Nawanagar Time
હેલ્થ ટીપ્સ

મહિલાઓની 7 સમસ્યાઓનો 1ઉપાય છે આ પાણી,જાણો શેનું છે આ પાણી…

there-are-7-ways-to-solve-the-problem-of-women-this-water-know-what-is-this-water

અજમાના ફાયદા

અજમા વિશે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ‘અજમામાં 100 પ્રકારના અન્નના પાચનની તાકાત છે.’ અજમો ઔષધીયા ગુણોનો ભંડાર છે કિચનની સાથે સાથે આયુર્વેદમાં પણ તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. અજમાથી ખાવાનો ટેસ્ટ વધે છે સાથે પેટ સંબંધીત બીમારીઓ પણ દૂર થાય છે.

રોજ સવારે પીવો અજમાનું પાણી

આયુર્વેદ ડોક્ટરનું કહેવું છે કે, ‘રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો તે સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક છે. અજમામાં ડાઈટરી ફાયબર, કાર્બોડાઈડ્રેટ, પ્રોટીન અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે જેમ કે ફોસ્ફોરસ, કેલ્શિયમ, આયર અન નિકોટિન એસિડ પણ મળી આવે છે.’

આ રીતે બનાવો અજમાનું પાણી

અજમાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં 1 ચમચી અજમો નાંખી આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે પાણીને ઉકાળ્યા બાદ ગાળી લેવું. પાણીને ઠંડુ થવા દો અને પછી ખાલી પેટે સવારે સેવન કરવું.

પાણી પીવાથી મહિલાઓને થશે આ ફાયદા

પેટમાં દુખાવા માટે સારો ઉપચાર છે. રોજ પીવાથી આ દુખાવાથી રાહત મળે છે.
ગેસની સમસ્યા આ પાણી પીવાથી ઠીક થઈ જાય છે.
રોજ પાણીનું સેવન કરવાથી પીરિયડની સમસ્યા દૂર થાય છે.
યૂરિન ઈન્ફેક્શન દૂર થાય છે.
ગળાની સમસ્યા અને મોઢામાંથી આવતી દૂર્ગંધ બંધ થઈ જશે.
મેટબોલિઝ્મ વધવાને કારણે મેદસ્વીતા ઓછી થાય છે. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી વજન ઝડપથી ઉતારી શકાય છે.

 

Related posts

શું તમને ખબર છે સનસ્ક્રીન લોશન લગાવવાથી શરીરને કયું વિટામીન મળે છે?જાણો…

Nawanagar Time

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ રહેશે દૂર

Nawanagar Time

પરિવારના એક સભ્યને ડાયબીટિઝ હોય તો બાળકોને પણ ડાયબીટિઝ ટાઇપ-2 થવાની શક્યતા રહે છે

Nawanagar Time

Leave a Comment