Nawanagar Time
ગુજરાત જામનગર

થય રહ્યાં છે મોટા ખુલાસા.. ! શકિતસિંહે મારૂ મતપત્રક ખેંચવા પ્રયાસ કર્યો હતો: રાઘવજી પટેલ

there-is-a-big-explanation-shaktis-tried-to-take-my-ballot-raghavji-patel

કોંગેસે આપેલું વ્હીપ ધમકી સન્માન હતું : મેં મારા અંતરાત્માના અવાજને આધારે મત આપ્યો હતો

જામનગર:-રાજયસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં સાક્ષી તરીકે હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલે એવી રજૂઆત કરી હતી કે, તેમણે કરેલી એફિડેવિટ સંપૂર્ણ સત્ય છે. એફિડેવિટમાં તેમણે  આક્ષેપ કર્યો હતો કે, અહેમદ પટેલ છેલ્લા 4 ટર્મથી ગુજરાતમાંથી રાજયસભામાં સાંસદ તરીકે ચૂંટાઇ આવે છે. પાંચમી વખત પણ તેમનું જ નામ નક્કી થતાં ધારાસભ્યોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યો જો અહેમદ પટેલને પ્રથમ પસંદગીનો મત નહીં આપે તો તેમને પક્ષાંતર ધારા હેઠળ 6 વર્ષ માટે બરતરફ કરવામાં

જેથી તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટણી નહીં લડી શકે તેવી ચીમકી સાથેનો વ્હીપ આપવામાં આવ્યો હતો. આ વ્હીપ પણ એક ધમકી સમાન હતો. 25મી જુલાઇ 2017ના રોજ તેમના ઘરે રજીસ્ટર્ડ એડી.થી તેમના ઘરે વ્હીપ આવ્યો હતો. જો કે રાજયસભાની ચૂંટણીમાં આ વ્હીપ લાગુ પડતો નથી.

તેમણે એવો પણ આક્ષેપ  હતો કે 8મી ઓગસ્ટ 2017ના રોજ સ્વર્ણિમ સંકૂલ ખાતે તેઓ મતદાન કરવા ગયા હતાં. પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે તેમણે મત આપ્યો હતો. પોતાનો મત તેમણે શકિતસિંહ ગોહિલને બતાવ્યો હતો. જે મત તેમની પાસેથી છીનવી લેવા માટે શકિતસિંહ પ્રયાસ કર્યો હતો. જો કે મેં ઝડપથી મારો મત ફોલ્ડ કરી મત  નાખ્યો હતો. ચૂંટણી અધિકારીએ મને મતપેટીમાં આ મત નાખવા દીધો હતો. જે બાદ મારા મત બાબતે વિવાદ ઊભો થયો હતો.

Related posts

ડીપ્લોમાને જીટીયુમાંથી ટાટા કરવાની તૈયારી

Nawanagar Time

કલ્યાણપુર તાલુકામાં ઘડી ડીટરજન્ટ કંપનીને ગેરકાયદે જમીનની ખૈરાત

Nawanagar Time

તલાટીઓ ગામડાંમાં હાજર ન રહે તે નહિ ચાલે: ’ઈ-ટાસ’ ધ્યાન રાખશે

Nawanagar Time

Leave a Comment