Nawanagar Time
ગુજરાત જામનગર

મફતની કોઇ કિંમત નથી…નવું નકોર ટ્રેકટર ટ્રાફિક શાખામાં ધૂળ ખાય છે.

there-is-no-cost-for-free-new-nakor-tractors-getting-dust-in-the-traffic-branch

અગાઉ ટ્રેકટર-ટ્રોલીથી જ ટ્રાફિક શાખા વાહનો ટોઇંગ કરતા હતા: ખાનગી કોન્ટ્રાકટને કારણે ટ્રેકટર ઉપયોગમાં નથી લેવાતું?

જામનગર:-જામનગર ટ્રાફિક શાખાને અંદાજે અઢી વર્ષ પહેલા એનજીઓ દ્વારા ભેટ સ્વરૂપે અપાયેલ નવું ટ્રેકટર ધૂળ ખાઇ રહ્યું છે. શહેરમાં આડેધડ પાર્ક કરાતા વાહનોને ટોઇંગ કરવા ઉપયોગમાં લેવાઇ તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક શાખાને અર્પણ કરાયું હતું ત્યારે હાલ કોની મીલીભગતથી આ નવું ટ્રેકટર ઉપયોગમાં નથી લેવાતું તે સવાલ લોકો  ચર્ચાઇ રહ્યું છે.

જામનગર શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યાને નિવારવા તેમજ જાહેર રસ્તાઓ અને નો-પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્ક કરાતા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અંદાજે અઢી વર્ષ પહેલા જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગર ટ્રાફિક શાખાને લાખોની કિંમતનું નવું ટ્રેકટર અર્પણ  હતું. આ ટ્રેકટર હાલ શહેરના પંચેશ્ર્વર ટાવર નજીક આવેલ ટ્રાફિક શાખામાં પડતર હાલતમાં રાખી મુકાયું છે. અગાઉ ટ્રાફિક પોલીસ આડેધડ પાર્ક કરાતા વાહનોને ટ્રેકટર-ટ્રોલી મારફતે ટોઇંગ કરાતું હતું. પરંતુ છેલ્લા 2થી 3 વર્ષથી વાહનોને ટોઇંગ કરવા ખાનગી કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યું છે.

જામનગર ટ્રાફિક શાખામાં નવુ ટ્રેકટર પડતર  જોવા મળતા નવાનગર ટાઇમ દ્વારા ટ્રાફિક શાખાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ ટ્રેકટરનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતુ હોવાની વિગતો જાણવા પ્રયાસ કર્યો હતો. જ્યાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કાનજીભાઇ પટેલએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ ટ્રેકટર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ છે અને  ટ્રોલીના વાકે અહીં રાખી મુકાયું છે. ટુંક સમયમાં જ ટ્રોલી બની જશે ત્યારબાદ આ ટ્રેકટરનો ઉપયોગમાં લેવામાં આવશે.

એક વાત સ્પષ્ટ છે કે છેલ્લા અઢી વર્ષથી આ નવું ટ્રેકટર ટ્રોલીના વાંકે ઉપયોગમાં નથી લેવામાં આવ્યું તો અઢી વર્ષથી ટ્રોલી હજુ સુધી કેમ નથી બનાવવામાં આવી? અત્યાર સુધી વાહનોને ટો  ખાનગી કોન્ટ્રાકટ પાછળ કોની મીલીભગત? વાહનો ટો કરતા ખાનગી કોન્ટ્રાકટને લીધે કોને ફાયદો? આવા અનેક સવાલો લોકો વચ્ચે ચર્ચાઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ તંત્ર આ મામલે ગંભીરતા લેશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ખંભાળિયામાં ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો: માળીના શખ્સ સામે ગુનો

Nawanagar Time

ખેડૂતોની મગફળીની ખરીદવાનું ચાલુ રાખો: વિક્રમ માડમ

Nawanagar Time

આજે ચંદ્ર લાલ-ધૂંધળો

Nawanagar Time

Leave a Comment