Nawanagar Time
ગુજરાત જામનગર

આજીએ કર્યા રાજી: જામનગરમાં પાણીકાપ નહીં

there-is-no-water-cut-in-jamnagar

આજીમાં ‘સૌની યોજના’ મારફતે જુલાઈ સુધીનું પાણી ઠલવાયું: ઉનાળાના પ્રારંભ પહેલાં જ જામનગરના ચાર ગામ અને નવ પરા વિસ્તારમાં ટેન્કરના 3ર.પ ફેરા

જામનગર:-આગામી ઉનાળા દરમ્યાન જામનગર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે સૌની યોજના  આજી-3 ડેમમાં પુરતો પાણીનો જથ્થો હવે ઉપલબ્ધ થયો છે. બીજી તરફ ગઈકાલે જામનગર જિલ્લા પાણી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી ઉનાળાને ધ્યાને લઈ જળ જરૂરિયાત માટે મહત્વપૂર્ણ આયોજનો ઘડી કઢાયા હતાં.

જામનગર શહેરના પરંપરાગત મુખ્ય જળસ્ત્રોતો રણજીત સાગર, સસોઇ, ઉંડ-1 ડેમ અને નર્મદાના પાણીની લાઇન છે જેમાંથી રણજીતસાગર  તળીયા ઝાટક થયા બાદ હવે આ માસના અંતે સસોઇ અને ઉંડ-1 ડેમમાં પાણીનો જથ્થો ખલાસ થાય તેવો ઇજનેરોનો અંદાજ છે જેથી સરકારને આ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે મ્યુ.તંત્ર દ્વારા અગાઉથી યાદી અપાયા બાદ મચ્છુ-2 ડેમમાંથી પાણીની પાઇપલાઇન વાટે આજી-3 ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણીનો જથ્થો 1 જાન્યુ.થી ઠાલવવાનું શરૂ  આવ્યા બાદ હવે આ ડેમમાં 875 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે. તેમ વોટરવર્કસ શાખાના કંટ્રોલીંગ અધિકારી ડી.એચ.છત્રાળા અને નાયબ ઇજનેર પી.સી. બોખાણીએ જણાવ્યું હતું.

દરમિયાન જામનગર જિલ્લાની વર્તમાન જળજરૂરિયાત અને આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ ગઈકાલે મળેલી જિલ્લા પાણી સમિતિની બેઠકમાં પાણીની જરૂરિયાતવાળા ગામો માટે બોર સારવા,  શરૂ કરવા અને જૂદા-જૂદા ગામોને જૂથ યોજનામાંથી પાણી આપવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

હાલમાં શહેર માટે સસોઇમાંથી 15, ઉંડ-1માંથી 15, આજી-3માંથી 32 થી 35 અને નર્મદાની લાઇનમાંથી 40 એમએલડી પાણી મેળવીને શહેરને આપે છે. જે માર્ચ માસથી ક્રમશ: સસોઇ અને ઉંડ-1 ડેમમાંથી મળનારા પાણીની ઘટ બાદ આજી-3  ક્રમશ: પાણી લેવાનું પ્રમાણ વધારીને પુરી  કરવામાં આવશે.

Related posts

ચેતજો: જામનગરમાં સરકારી નોકરીની લાલચ આપી નાણાં પડાવતી ગેંગ સક્રિય

Nawanagar Time

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની દહેશત

Nawanagar Time

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

Nawanagar Time

Leave a Comment