Nawanagar Time
નેશનલ બિઝનેસ

શેરબજારમાં અફડા-તફડી વચ્ચે તેજી તરફી માહોલ યથાવત રહેશે

there-will-be-a-boom-in-the-bourgeoisie-during-the-stock-market

શેરબજારમાં વર્ષ 2019 દરમ્યાન સ્ટોક સ્પેશીફીક તેજી તરફી માહોલ નોંધાશે

રોકાણકાર મિત્રો, આનંદ ને….!!!

મિત્રો, ભારતીય શેરબજારના સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2017 -18માં ઐતિહાસિક તેજીમાં અનેક રોકાણકારોને ન્યાલ કર્યા બાદ વર્ષાંતે ભારે વેચવાલી અને ઘટાડે સ્ટોક સ્પેશીફીક ખરીદીના દોર અને ચર્નિંગના કારણે ભારે વોલેટિલિટી જોવા મળી હતી પરંતુ વિસ્તૃત બજારનો સરેરાશ દેખાવ ચડિયાતો રહ્યો. સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર 2018 દરમ્યાન નિફ્ટી તેમજ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી રમઝટમાં ભારે વોલેટિલિટી અને કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. ગત કેલેન્ડર વર્ષ 2017 – 18 સતત વિક્રમી તેજીનું વર્ષ પૂરવાર થઈ ભારતીય શેરબજારોમાં નવો વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ રચવામાં આવ્યો….ચાલુ નાણાકીય વર્ષમાં સ્થાનિક તેમજ વિદેશી ફંડોની બ્લૂચિપ શેરોમાં બે-તરફી મોટી ઉથલપાથલ બાદ સેન્સેક્સે 38990 પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરે 11803 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરો હાંસલ કર્યા હતા જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતીને પગલે સેન્સેક્સ અને નિફટીએ ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા પરંતુ એકતરફી તેજીને કારણે માર્કેટ હાઈપ્રાઈઝ અને ઓવરબોટ પોઝિશનમાં હતું જેથી પ્રોફિટ બુકિંગ આવવું જરૂરી હતું તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ લીબિયામાં પાઈપલાઈન બ્લાસ્ટ થવાના પરિણામે વધીને બ્રેન્ટ ક્રુડ 86 ડોલરની સપાટી કુદાવી અઢી વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં વિદેશી ફંડો તેમજ ખેલંદાઓએ ઉછાળે સાવચેતીમાં નવેમ્બર વલણના પૂર્વે હળવા થવાનું પસંદ કર્યું હતું. તેજી પાછળના કેટલાંક મહત્ત્વના પરિબળોમાં ઘરેલુ મોરચે કોર્પોરેટ અર્નિંગ અને આર્થિક વૃદ્ધિમાં ફરી મજબૂતાઈ હતી આની સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી રાહત તથા સ્થાનિક અને એફઆઇઆઇની લિક્વિડિટીમાં સુધારાથી પણ બજારને મદદ મળી હતી આ મજબૂત તેજી બાદ બજારમાં જે મંદીનું ચક્રવ્યૂહ ફરી વળ્યું એ જોતા બજાર હાલની સ્થિતિનો તાગ મેળવી અને આગામી જોખમને ધ્યાનમાં લઇને કોન્સોલિડેટ થઈ રહ્યું છે.વર્ષાન્તે ફંડોની વેલ્યુએશન ગેમ પૂરી થઈ હોઈ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને અંતે વિરામ અપાયો હતો. મિત્રો, છેલ્લા 22 વર્ષોથી અમો આ કોલમ તમને રોકાણલક્ષી તેમજ ટ્રેડીંગ તરફી માર્ગદર્શક બને અને તમારો ઇક્વિટી પોર્ટફોલીઓ વધુ સારો નફાલક્ષી બને એ માટે સતત લેટેસ્ટ અને વિસ્તૃત માહિતી આપવા પ્રયત્નશીલ છીએ…અને સેબી દ્વારા સર્ટિફાઈડ રીસર્ચ એનાલીસ્ટ તરીકેની અમારી જવાબદારી તેમજ ગંભીરતા અને એનું મહત્વ આપ સૌ સમજી શકો છો…તમારી કેપિટલ ને સાચી રીતે યોગ્ય સ્ટોકમાં યોગ્ય સમયે ઇન્વેસ્ટમેન્ટ કરો ઉપરાંત હાલમાં બની બેઠેલા એનાલીસ્ટોની આડી અવળી ટીપ્સોમાં ધ્યાન ના આપો…એ જ ઉદેશ્ય સાથે આપ સૌ વતી હું આભારી છું.

આ વર્તમાનપત્રનાં તંત્રીશ્રી તેમજ સર્વ ટીમનો..કે જેઓ રોકાણકારો તેમજ શેરબજારના ટ્રેડરોની ચિંતા કરી સમયસર આ સુપ્રસિદ્ધ કોલમના માધ્યમથી વિશેષ માર્ગદર્શન આપી રાખવામાં દરરોજ આપ સૌને મદદરૂપ થઇ રહ્યા છે. મિત્રો, પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતે બાકીના વિશ્વના બજારો કરતાં સારી સરસાઇ સાથે ચડિયાતો દેખાવ કર્યો છે ઉદાહરણ તરીકે ભારતના બજારમાં આ સમયગાળામાં 10% વળતર મળ્યું છે જ્યારે ઊભરતા બજારોમાં 10% ઘટાડો થયો છે અને વૈશ્વિક બજારમાં 3% વધારો થયો છે.છેલ્લા એક વર્ષમાં સેન્સેકસની 30 કંપનીઓમાંથી 15માં પોઝિટીવ રિટર્ન મળ્યું છે.સેન્સેકસની 30 કંપનીઓમાંથી ટીસીએસમાં સૌથી વધુ 50%નો વધારો જ્યારે ટાટા મોટર્સમાં સૌથી વધુ 66 %નો ઘટાડો થયો છે. સરકાર આગામી સમયમાં ઙજઞ બેન્કોમાં ₹83000 કરોડની મૂડી ઠાલવવાની યોજના ધરાવે છે.સરકારે કામગીરીમાં સુધારોદર્શાવનારી છઇઈંના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (ઙઈઅ) હેઠળની પાંચ બેન્કને નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રાલયને આશા છે કે, નાણાકીય સહાયની મદદથી આ બેન્કોને ઙઈઅની બહાર લાવી શકાશે.બેન્કોને ₹83000 કરોડનો ટેકો આગામી કેટલાક મહિનામાં મહદ્ અંશે બોન્ડ્સ દ્વારા પૂરો પાડવામાં આવશે. કુલ રકમમાં બેન્કો દ્વારા બજારમાંથી એકત્ર થનારી અથવા નોન-કોર એસેટ્સના વેચાણમાંથી મળનારી રકમનો સમાવેશ થાય છે.સરકારે સંસદ પાસે ઙજઞ બેન્કોને ₹41000 કરોડની વધારાની મૂડી ફાળવવા સંસદની મંજૂરી માંગી છે. તેની સાથે વર્ષ 2018-19માં ઙજઞ બેન્કોના કુલ મૂડીકરણનો આંકડો ₹1.06 લાખ કરોડે પહોંચશે અગાઉ સરકારે ઙજઞ બેન્કોને ₹65000 કરોડની મૂડી આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં ઙજઞ બેન્કોને ₹23000 કરોડની ફાળવણી કરી દેવાઈ છે. એટલે એ રકમમાંથી બાકીના ₹42000 કરોડ અને વધારાના ₹41000 કરોડ મળીને મૂડીકરણનો કુલ આંકડો ₹83000 કરોડ થશે. સરકારના મૂડીકરણ કાર્યક્રમથી ત્રણ બેન્કને વધુ ભંડોળ મળશે જેમાં કૌભાંડનો ભોગ બનેલી ઙગઇનો પણ સમાવેશ થાય છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જે બેન્કોની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે અથવા જેમાં વધુ સુધારો થઈ શકે તેમ છે એવી બેન્કોને નાણાકીય મદદ મળશે. બહુ મજબૂત બેન્કો અથવા મૂડીની ફાળવણી પછી પણ સુધારો નહીં દર્શાવનારી બેન્કોને મૂડી આપવામાં નહીં આવે. મર્જરની પ્રક્રિયા ચાલુ છે એવી બેંક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કને મૂડી મળશે. જેથી નવી બનનારી બેન્કને વૃદ્ધિમાં મદદ મળી શકે. સ્ટેટ બેંક જેવી મજબૂત બેન્કો અને બહુ નબળી બેન્કોને મૂડીકરણના આ વખતના રાઉન્ડમાં નાણાં નહીં મળે. દરેક બેન્કને કેટલી મૂડી ફાળવાશે તેનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ કરશે.જેટલીએ કહ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને લીધે બેન્કોની ધિરાણ ક્ષમતામાં સુધારો નોંધાશે.મૂડીકરણની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે સરકાર છઇઈંને ઙઈઅના નિયમ હળવા કરવાનું જણાવી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર 11 બેન્ક ઙઈઅ હેઠળ છે અને તેને લીધે ધિરાણવૃદ્ધિ મંદ પડી છે.

  • સ્થાનિક પરિબળો

ગત નાતાલથી ચાલુ વર્ષની નાતાલ સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલનો માહોલ સર્જાયેલો રહ્યો હોવા છતાં ય પસંદગીના કેટલાક શેરોમાં 120 % સુધીનું ઉંચુ વળતર મળ્યું છે.ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતા અને સાનુકૂળ ઘટનાઓની ભારતીય શેરબજારો પર અસર થતા વર્ષ દરમિયાન બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જો કે, આ ઉથલપાથલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીમાં 4 થી 5 % સુધીનો સુધારો જોવાયો હતો. જ્યારે બીએસઇ મીડકેપમાં 15 % અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 25 %નું ગાબડું નોંધાયું હતું. વિવિધ પ્રતિકૂળતાની જે તે ક્ષેત્ર ઉપર પણ અસર જોવાઈ હતી. પ્રતિકૂળ અને સાનુકૂળ અહેવાલોની ઇન્ડેક્સની સાથોસાથ શેરો પર પણ સારી- નરસી અસર જોવાઈ હતી.જેમાં સાનુકૂળ અહેવાલો પાછળ બી.એસ.ઇ. 500 ઇન્ડેક્સમાં આવેલ 15 શેરોમાં 40થી 120 ટકાનો   ઉછાળો નોંધાતા પ્રતિકૂળ પરિબળો વચ્ચે પણ આ શેરમાં રોકાણકારોને ઉંચુ વળતર મળ્યું હતું.કંપનીઓમાં આઇ.ટી. ક્ષેત્રની કંપનીઓનું પ્રભુત્વ રહ્યું હતું ડોલરની મજબૂતાઈ પાછળ આઇ.ટી. ઇન્ડેક્સમાં પણ સૌથી વધુ ઉછાળો નોંધાયો છે.નાણાકીય વર્ષ 2017-18માં નાણાકીય ખાદ્ય ટાર્ગેટ કરતાં વધી છે જે ગણતરીએ સરકારની ચિંતા પણ વધી છે સાથે સાથે સરકારની જીએસટીમાં અંદાજીત કલેક્શનની રકમ ઘટી છે તેમજ તેની સાથે શેરબજારમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ટૂંકાગાળામાં બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી, મેટલ, રીયલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, પાવર, કેપિટલ ગુડઝ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના તમામ શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી જેથી સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ લેવલથી પાછા પડી સેન્સેક્ષે અંદાજીત 6205 પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરે 1800 પોઈન્ટ ની ટ્રેડીંગ રેન્જ મુવમેન્ટ નોંધાવી હતી..અમેરિકામાં વ્યાજનાદરો તબક્કાવાર વધવાની શરૂઆતે ડોલર ઉંચે જઈ રહ્યો છે અને ભારતમાં કેટલાંક શેરો અને ખાસ કરીને ક્ધઝમ્પ્શન, આઇટી, ફાર્મા, કેમિકલ અને નિકાસલક્ષી બિઝનેસ જેવા ક્ષેત્રોના શેરો ખૂબ મોંઘા થયા છે. ભારતીય રિઝર્વ બેન્ક રૂપિયાને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે તો પણ ડોલર સામે રૂપિયામાં ચાલુ વર્ષે અત્યાર સુધી 12% ધોવાણ થયું છે. આ સમયગાળામાં રશિયાના રૂબલમાં 18%, સાઉથ આફ્રિકાના રેન્ડમાં 25% અને બ્રાઝિલના રિયલમાં 25% ઘટાડો થયો છે. સ્થાનિક બજાર એક ટ્રેડિંગ રેન્જમાં પ્રવેશ્યું છે અને મારા મતે ઓવરઓલ માર્કેટ ફન્ડામેન્ટલથી ઘણાં આગળ નીકળી ગયા છે આથી ભારતીય ઇક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે નબળા મેક્રોઇકોનોમિક ફન્ડમેન્ટલ્સથી નજીકના ટર્મમાં ઇક્વિટી માર્કેટમાં દબાણ જોવા મળી શકે છે.આર્થિક પ્રતિકૂળતાઓને ખાળવા સરકારની મળતી બેઠકોમાં ચોક્કસ પગલા સહિત ખાસ કોઇ પેકેજ જાહેર કરાય તેવી બજારને હમેંશા અપેક્ષા હોય છે પરંતુ એકાદ બે જાહેરાત ને બાદ કર્યા સિવાય આવી કોઇ જ મહત્વની જાહેરાત ન થતા બજાર પર તેની ગંભીર અસર થઇ છે….!!!

Related posts

રાજ્યના કારખાના ફરી ધમધમવા લાગ્યા: ઔદ્યોગિક ગેસનો વપરાશ વધ્યો

Nawanagar Time

કામચોર કર્મચારીઓ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ, કાયમી ધોરણે ઘરે બેસવું પડશે

Nawanagar Time

VIBRANT GUJARAT:હવે ઘરે બેઠા મળશે 50% સસ્તા ફળ,જાણો કેમ અને કેવી રીતે…

Nawanagar Time

Leave a Comment