Nawanagar Time
ગુજરાત જામનગર

રાજ્યમાં હજુ 2 દિવસ પડશે હાડ થીજાવતી ઠંડી, જામનગરમાં 11 ડીગ્રી

there-will-still-be-two-days-in-the-state-the-bone-free-cold-11-degrees-in-jamnagar

જામનગર:-સમગ્ર ભારતમાં ઠંડીએ માઝા મુકી છે, ત્યારે રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. આજે જામનગરમાં ક્ધટ્રોલ કચેરીના જણાવ્યા અનુસાર આજનું લઘુતમ તાપમાન 11 ડીગ્રી નોંધાયું હતું.

નલિયામાં 8.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન છે. તો અમરેલીમાં 12.6 ડિગ્રી અને વડોદરામાં 10.4 ડિગ્રી તાપમાન છે. બનાસકાંઠામાં 9.2, વલસાડમાં 8.1, અમદાવાદમાં 10.1 અને રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાનને કારણે લોકો ઠરી ગયા હતા. અતિશય ઠંડીને કારણે હજુ લોકો ઠુઠવાઈ રહ્યા છે ત્યારે રાજ્યામાં આગામી 2 દિવસ હજુ પણ વધારે ઠંડી પડવાની આગાહી છે. દીવમાં 10.8 ડિગ્રી અને સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં વધાલો થયો છે. ઉત્તર-પૂર્વીય પવનનાં કારણે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ઉત્તર ભારતનાં ઘણા વિસ્તારમાં અતિશય ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીમાં નવ ટ્રેન વિલંબથી દોડી રહી હતી. દિલ્હીમાં વાયુ ગુણવત્તા કથળેલી રહી હતી. એકંદર વાયુ ગુણવત્તા સુચકાંક 322 નોંધાયો હતો. બુધવારે સવારે રાજધાનીમાં 97 ટકા ભેજ નોંધાયો હતો. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 19.7 સોલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Related posts

જામનગરના વેપારી યુવાનનો હાપા નજીક માલગાડી હેઠળ પડતું મૂકી આપઘાત

Nawanagar Time

જામનગરની સરકારી કચેરીઓમાં સડી રહ્યાં છે વાહનો…

Nawanagar Time

ગેસના બાટલામાં સબસિડી બંધ થતાં ગૃહિણીઓમાં દેકારો

Nawanagar Time

Leave a Comment