Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરેજ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાયલમાં બજાર જેવી જ આ કેળાની વેફર્સ…

these-banana-wafers-are-similar-to-the-market-as-a-south-indian-style

જોઈતી સામગ્રી (200 ગ્રામ વેફર માટે)

  • 2 મોટી સાઇઝનાં કાચાં સૂરતી કેળા
  • 2 ચમચી મીઠું
  • તળવા માટે કોઇપણ ઓઇલ (કોકોનેટ ઓઈલ લેવું જેથી ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે)

બનાવવાની રીત

કેળની વેફર બનાવવા માટે પહેલા તેલ ગરમ કરવા મૂકો દો. તેલ ગરમ થાય તે દરમિયાન વેફર માટે કેળાને છોલી લો. હવે એક બાઉલમાં ચાર ટેબલસ્પૂન પાણીમાં બે ચમચી મીઠું ઓગાળી મીઠાનું પાણી તૈયાર કરો. હવે કેળાની વેફર સીધી જ તેલમાં પાડો. અડધા કેળાની વેફર પાડ્યા બાદ. તેલમાં એક મિનિટ સુધી તળાવા દો.

હવે કડાઈમાં અંદર એક ટેબલસ્પૂન મીઠાવાળું પાણી નાખો. (તેલમાં પાણી નાખવાથી તેલ ઉડશે. આ માટે કડાઇ મોટી લેવી.) થોડીવારમાં વેફર ક્રિસ્પી બનવા લાગશે. એકબીજા સાથે ચોટેલી વેફર તળાશે એટલે છૂટી પડી જશે. તળાયેલ વેફરને પ્લેટમાં પેપર નેપ્કિન પાથરી એના પર મુકો. જેથી વધારાનું તેલ દૂર થશે. આ જ રીતે બાકીના કેળામાંથી વેફર બનાવો.

 

Related posts

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

Nawanagar Time

માત્ર 7 મિનિટમાં બનાવો મસાલેદાર સેવ ટામેટાનું શાક, સ્વાદ રહી જશે મોંમાં

Nawanagar Time

બાળકોને મજા પડી જાય ચાટ ધરેજ બનાવો આ બાસ્કેટ ચાટ

Nawanagar Time

Leave a Comment