Nawanagar Time
સ્વાદ પકવાન

આજના ડિનર માં બનાવો આ સ્વાદિષ્ટ સ્વીટ :-રસ મલાઈ

these-delicious-desserts-of-todays-dinner-ras-malai

સામગ્રી

  • ૩ સફરજન
  • ૨ ચમચા મિલ્ક પાઉડર
  • ૧ લિટર દૂધ
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચા મેંદો
  • ચપટી બેકિંગ પાઉડર
  • ૧૫-૨૦ પિસ્તાં
  • ૧/૨ કપ ખાંડ
  • ૨ લીલી એલચીનો ભૂકો
  • તળવા માટે તેલ

રીત

૨ સફરજનને છોલીને છીણી લો. તેમાં પનીર, મેંદો, મિલ્ક પાઉડર અને બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને લોટની જેમ ભેગુ કરો. હવે તેમાંથી નાની પેટીસ વાળી જેવા સેપ વાળી લો. ત્યાર બાદ તેને આછા બદામી રંગની થાય ત્યા સુધી તળી લો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લો. તેમાં ખાંડ અને એલચીનો ભૂકો ઉમેરી લો. એક સફરજનનાં પાતળાં ગોળ પીસ કાપી લો. કઠાઈમાં થોડી ખાંડ અને સફરજનનાં પીસ નાખી પાંચ મિનિટ ચઠવા દો. એક પ્લેટમાં સફરજનના ટુકડા પાથરી તેની પર રસમલાઈ નાખો, હવે એની પર ઉકાળેલું ગરમ ગરમ દૂધ રેડો. પિસ્તાના ટુકડાથી સજાવો અને રસમલાઈને ઠંડી કરીને પીરસો.

 

Related posts

ગરમીમાં ઠંડક મેળવવા પીઓ ગ્રીન મસાલા છાશ

Nawanagar Time

સાંજના નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડ કચોરી

Nawanagar Time

હવે ઓવન કે કૂકર વગર બનાવો આ સોફ્ટ એગલેસ કેક,જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

Leave a Comment