Nawanagar Time
ધાર્મિક

ઘરમાં ઘટે આ ઘટનાઓ તો સમજી લેવું ખરાબ દિવસો થઈ ગયાં શરૂ

these-events-take-place-at-home-its-been-a-bad-day-to-begin-to-understand

કોઈ પણ ઘટના ઘટે તે પહેલાં વ્યક્તિને તેનો સંકેત મળી જતો હોય છે. જો દેવી લક્ષ્મીની અવકૃપા શરૂ થવાની હોય તો પણ કેટલાંક ચોક્કસ સંકેત મળે છે. આજે અમે તમને એ સંકેત વિશે જણાવીશું.. જો એ પૈકી કોઈ ઘરમાં ઘટના ઘટે તો સમજી લેવું કે ખરાબ દિવસો શરૂ થઈ ગયાં છે. ખરાબ દિવસોના નિવારણ માટે ગણેશજી, શિવજી, દેવીની અને સૂર્ય અને હનુમાનજી પૈકી જેમાં તમને વિશેષ શ્રદ્ધા હોય તેની પૂજા કરવી. જેથી ખરાબ સમયમાં પણ યોગ્ય ઈશ્વર કૃપા મળતી રહે. ઈશ્વર એ ખરાબ દિવસો સહન કરવાની શક્તિ આપે. આજે આપણે જાણીએ એ સંકેતો વિશે…પણ તે પહેલાં વાસ્તુ દોષ વિશે પણ થોડું જાણી લઈએ…

 

જો કોઈ વ્યક્તિના ઘરનું વાસ્તુ દૂષિત હોય તો પણ તેના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થતો નથી. જેમકે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં શૌચાલય હોય, ઈશાન ખૂણામાં સૂર્ય પ્રકાશ ન આવતો હોય, આ ખૂણામાં વધારે પડતો ભારે સામાન રાખેલો હોય, જે ઘરમાં ઉત્તર-પશ્ચિમ ખૂણો બંધ હોય વગેરે. આ પ્રકારનો વાસ્તુદોષ ઘરમાં માતા લક્ષ્મીના આગમનને અટકાવે છે. આ વાત તો થઈ વાસ્તુશાસ્ત્રની પરંતુ શુકન શાસ્ત્રમાં પણ કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે તમારા ઘરમાં દરિદ્રતા પોતાનું સામ્રાજ્ય સ્થાપશે અને લક્ષ્મીજી તમારો સાથ છોડી દેશે. તો જાણી લો કયા કયા છે આ અશુભ સંકેતો.

 

  • ઘરમાંથી સોનાની ચોરી.
  • ઘરમાં કોઈ ગર્ભવતી સ્ત્રીનો ગર્ભપાત થવો.
  • નમકીન વસ્તુઓમાં પણ કાળી કીડીઓ ચડવા લાગે.
  • દૂધ ઉભરાઈને ઢોળાઈ જાય.
  • ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ભેજ ઉતરવા લાગે કે લીકેજ થાય.
  • ઘરમાં આવેલા મહેમાન સાથે ઝઘડો થાય અને તે ઘરમાંથી નિરાશ થઈને જાય.
  • શુભ પ્રસંગે આંગણે આવેલા કિન્નર નિરાશ થાય.
  • પાલતુ પ્રાણીનું મૃત્યુ થઈ જાય.
  • ઘરમાં રાખેલા કાચના વાસણ વારંવાર તુટી જાય.

Related posts

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેનની સુવિધા કરાશે

Nawanagar Time

ગણેશજી જોખમી જવાળામુખીથી હિન્દુઓનું રક્ષણ કરે છે

Nawanagar Time

રામજન્મ ભૂમિ મંદિર માટે પવિત્ર જળ-માટી અયોધ્યા મોકલાઈ

Nawanagar Time

Leave a Comment