Nawanagar Time
ધાર્મિક

આ વસ્તુઓ છે એવી કે તે ગમે તેટલી સાચવો તો પણ નહિં ટકે તમારી પાસે

these-things-are-that-you-do-not-even-save-as-much-as-they-can

દરેક વ્યક્તિને કેટલીક વસ્તુઓ અત્યંત પ્રિય હોય છે. આ વસ્તુઓ માટે તેમની લાગણી એટલી વધારે હોય છે કે તેમની ઈચ્છા હોય છે કે તે વસ્તુ તેમનાથી ક્યારેય દૂર ન જાય. પરંતુ દરેક વસ્તુ એવી નથી હોતી જે સ્થાયી રહે. શુક્રાચાર્યે પોતાના એક શ્લોકમાં આવી જ 6 વસ્તુઓનું વર્ણન કર્યું છે. જે કોઈ એક વ્યક્તિ પાસે હંમેશા રહેતી નથી. વ્યક્તિ અનેક પ્રયત્ન કરે તો પણ આ વસ્તુઓ તેનો સાથ સમય આવે એટલે છોડી જ દે છે. એટલે જ આ વસ્તુઓનો મોહ વધારે ન રાખવો જોઈએ. તેનો મોહ રાખવાથી જીવનમાં સમસ્યાઓ ઉદ્ભવે છે. તો જાણી લો કઈ કઈ છે આ વસ્તુઓ.

यौवनं जीवितं चित्तं छाया लक्ष्मीश्र्च स्वामिता।

चंचलानि षडेतानि ज्ञात्वा धर्मरतो भवेत्।।

રૂપ-રંગ

યૌવન અને દેખાવ વ્યક્તિનો સાથ લાંબા સમય સુધી નથી આપતાં. જેવી રીતે બાલ્યાવસ્થા લાંબો સમય નથી રહેતી તેવી રીતે યુવાની પછી વૃદ્ધાવસ્થા પણ આવે જ છે.

જીવન

જીવનમાં જન્મ અને મૃત્ય એ બંને સત્ય છે. જન્મની જેમ મૃત્યુ પણ અટલ છે તેને કોઈપણ વ્યક્તિ રોકી શકતી નથી.

મન

મન ચંચળ હોય છે. મનની ઈચ્છાઓ પર કોઈ કાબૂ કરી શકતું નથી.

પડછાયો

વ્યક્તિનો સાથ તેનો પડછાયો સતત આપે છે. પરંતુ જ્યારે અંધારું થાય છે ત્યારે પડછાયો પણ સાથે હોતો નથી, તે પણ સાથ છોડી દે છે.

ધન

સંપત્તિ દરેક માણસની જરૂરિયાત હોય છે પરંતુ ધન કોઈ પાસે ટકતું નથી, એટલે જ તેને વ્યક્તિના હાથનો મેલ કહેવામાં આવે છે.

સત્તા

સત્તા પર બેઠેલી વ્યક્તિને મળેલા અધિકાર પણ જીવનભર નથી ચાલતાં, સમય સાથે પરિવર્તન થાય છે અને સત્તા પણ છોડવી પડે છે.

Related posts

જગત મંદિર જડબેસલાક

Nawanagar Time

રામકથા 3જો દિવસઃ ક્ષમા એ તપ છે, પ્રભુએ અનેક વખત અનેક પ્રસંગોમાં ક્ષમા આપી છે

Nawanagar Time

જોડિયામાં 28 વર્ષથી ચાલતા રામ ચરિત માનસના અખંડ પાઠ

Nawanagar Time

Leave a Comment