Nawanagar Time
હેલ્થ ટીપ્સ

આ ત્રણ ઔષધીઓ બચાવી શકે છે કેન્સર જેવા ખતરાથી,નિયમિત સેવનથી થશે લાભ

these-three-herbal-remedies-can-be-prevented-by-risks-such-as-cancer-regular-gain

કેન્સર સામે રક્ષણ આપે છે ઔષધીઓ:-

કેન્સર શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે અને શરૂઆતના સ્ટેજમાં જ આ રોગ પકડમાં આવી જાય તે જરૂરી નથી. માટે જ કેન્સરનો ખતરો ટાળવા રોજિંદા જીવનમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે કેન્સરથી બચાવે. આયુર્વેદિક ઔષધીઓ લેતા રહેશો તો પણ ફાયદો થશે. કેટલીક વસ્તુઓ તો આપણાં ઘરમાં જ હોય છે પરંતુ રોજ ખાતા નથી. જો કે આ પદાર્થોનું મહત્વ સમજી રોજ ખાશો તો ચોક્કસ ફાયદો થશે. આગળ વાંચો કઈ ઔષધીઓ કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.

અશ્વગંધા:-

અશ્વગંધા કેન્સરની કોશિકાઓને ખતમ કરવામાં અસરકારક છે. આ ઔષધીથી કેન્સરનો ખતરો ઘટે છે અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે. લસણમાં રહેલું અલિસિન નામનું રસાયણ ફેફસાના કેન્સરથી બચાવે છે.

આદુ:-

આદુને આમ તો ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ છે. કેન્સર રોકવામાં પણ મદદકારક છે. કેન્સરને થતું અટકાવવાના તત્વો આદુમાં રહેલા છે. કેન્સરના દર્દીઓએ આદુનું સેવન રોજ કરવું જોઈએ. આદુના રસમાં લીંબુ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે. આદુ કોલેસ્ટ્રોલ ઘટાડે છે સાથે જ બ્લડ ક્લોટ થતો રોકે છે. આદુમાં એન્ટી ફંગલ તત્વો અને એન્ટી ઓક્સિડંટથી ભરપૂર હોય છે.

હળદર:-

હળદરમાં કેન્સર સામે રક્ષણ પૂરું પાડતાં ગુણો રહેલા છે. હળદરમાં રહેલું કુકુર્મિન નામનું તત્વ કેન્સર ખતમ કરી શકે છે. કાચી હળદરનું વધારે સેવન કરવાથી લાભ થઈ શકે છે. હળદર પાઉડર બનાવવા માટે તેને ઉકાળવામાં આવે છે જેના કારણે કેટલાક પોષક તત્વોનો નાશ થાય છે. કાચી હળદરનો રસ પીવાથી લાભ થશે.

નોંધ- કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ પ્રકારે આ વસ્તુઓનું સેવન કરતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ અચૂક લેવી.

 

Related posts

ડેંગ્યુના માત્ર 15 કેસ: રાહત

Nawanagar Time

કોરોનાના દર્દી ઉપર આજથી આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ

Nawanagar Time

મોઢા પર માસ્ક અથવા દુપટ્ટો પહેરવાથી વિટામિન ડીની ઉણપ આવી શકે છે

Nawanagar Time

Leave a Comment