Nawanagar Time
સ્વાદ પકવાન

બાળકોને ખાવાની મજા પડી જાય તેવી છે આ ટોમેટો ચીઝ ચકરી

these-tomato-cheese-chakari-are-fun-to-eat

સામગ્રી:-

  • ચોખાનો લોટ – 2 કપ,
  • મેંદો – પા કપ
  • ટમેટાંનો પાઉડર – પા કપ,
  • ચીઝનું છીણ – 2 ક્યૂબ
  • તાજું ક્રીમ/મલાઇ – 2 ચમચા,
  • ચિલી ફ્લેક્સ – 1 ચમચી
  • મિક્સ હર્બ – પા ચમચી,
  • તેલ – તળવા માટે

બનાવવાની રીત :

ચોખાના લોટમાં મેંદો ભેળવી તેમાં ટમેટાંનો પાઉડર, ચીઝનું છીણ, ચિલી ફ્લેક્સ, મિક્સ હર્બ અને ક્રીમ કે મલાઇ ભેળવી કણક બાંધો. આ કણકમાંથી મોટો લૂઓ લઇ તેને ઘી કે તેલવાળો હાથ લગાવેલા ચકરીના સંચામાં ભરી તેનાથી ચકરી પાડો. તે પછી આ ચકરીને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ અનોખી ટેસ્ટી ટોમેટો ચીઝ ચકરી સૌને ભાવશે.

(નોંધ : ટમેટાંનો પાઉડર ન હોય તો ટમેટાંની પ્યોરીનો પણ ઉપયોગ કરી શકો છો.)

Related posts

સ્ટાર્ટરમાં કે ડિનરમાં બનાવો ક્રિમી પાસ્તા

Nawanagar Time

લાઇટ ડિનર લેવાં બનાવો રસિયાં મૂઠિયાં

Nawanagar Time

આ સરળ નાસ્તો બનાવી ગમે ત્યારે જમવામાં ઉપયોગમાં લો આ આલુ ભુજિયા સેવ.

Nawanagar Time

Leave a Comment