Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાડા પાંચ લાખ મતદારો મતદાન કરશે

thirty-five-lakh-voters-of-devhav-dwarka-district-will-vote

ખંભાળિયા:-દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા મતવિસ્તારના પ,41,806 જેટલા મતદારો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે તેવું જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. રાજ્યમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતના પગલે ગઇકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર  પત્રકાર પરિષદ ભરીને જાણકારી આપી હતી. આ પત્રકાર પરિષદમાં ડીડીઓ મનિષકુમાર બંસલ, એસ પી રોહન આનંદ, અધિક નિવાસી કલેક્ટર એ બી પટેલ, ડીઆરડીએ અધિકારી અશોક વાઘેલા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉઘાડ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વારકા-જામનગર વચ્ચે સંસદની એક બેઠક હોય, ફોર્મ (ઉમેદવારીપત્રક) જામનગર ક્લેક્ટર કચેરી ખાતે ભરાશે  સત્તામંડળ વગેરે કાર્યવાહી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કામગીરી દેવભૂમિ દ્વારકા-કલેક્ટર કરશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકોમાં ત્રણ-ત્રણ મળી કુલ 6 ફ્લાઇંગ સ્કવોડ ચાલુ કરી દેવામાં આવી છે. જે ચેકિંગની કાર્યવાહી કરી રહી છે તથા આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય, સરકારી વાહનોનો ઉપયોગ રાજકીય પદાધિકારીઓ ન કરે , સર્કિટ હાઉસનો  નહીં, વિકાસકાર્યો ચાલુ હોય તે ચાલે, નવા શરૂ ન થાય, ઓર્ડર ન દેવાય વગેરેની બાબતોની જાણકારી આપી હતી. સરકારી જાહેરાતોના કુલ 189 બોર્ડ તથા હોર્ડિંગ્ઝ દ્વારકા જિલ્લામાંથી દૂર કરવામાં આવ્યા છે તથા દીવાલો, ભીંતોમાં પ્રચારાત્મક માહિતી દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે.

Related posts

જામનગરમાં ઓછો ખર્ચ દર્શાવતા કોંગ્રેસ-ભાજપ : બન્નેને નોટીસ

Nawanagar Time

પવનચક્કી મામલે કલેકટરને પણ ઉઠાં ભણાવતો ખાણ-ખનિજ વિભાગ

Nawanagar Time

પ્રવાસની બસો જે અકસ્માતોનો ભોગ બને છે તેને લઈ સરકારે લીધો આ મોટો નિર્ણય…

Nawanagar Time

Leave a Comment