Nawanagar Time
હેલ્થ ટીપ્સ

આ 86 વર્ષના વૃદ્ધ મહિલાએ ખાલી બેડરૂમમાં 54કિલો વજન ધટાડયું ,જાણો કઈ રીતે અને કેમ…

this-86-year-old-woman-drunk-54-kg-weight-in-a-vacant-bedroom-know-how-and-why

86 વર્ષના દાદીમાએ બેડરૂમમાં વોક કરીને 54 કિલો વજન ઘટાડ્યું, દરરોજ 3 હજાર ડગલાં ચાલે છે

અમેરિકાના સેન્ટ લુઈસ મિસિસિપીની 86 વર્ષીય જેસિકા સ્લોટરે 54 કિલો વજન ઘટાડ્યું. લગભગ 16 વર્ષ સુધી ઘરના રૂમ્સમાં દરરોજ વોકથી આ સંભવ થયું છે. 70 વર્ષની ઉંમરે પ્રી-ડાયાબિટીસ અંગે ખબર પડતા જેસિકા દરરોજ સવારે રૂમમાં 3 હજાર ડગલાં ચાલી અને સફળ થઇ.

વજન વધુ હોવાના લીધે બાળકો મજાક ઉડાવતા હતા

  1. હું કેટલા ડગલાં ચાલી તે માટે પૌત્રી નજર રાખતી હતી
  2. દાદીમા જેસિકાના જણાવ્યા મુજબ, બાળપણમાં વજન વધુ હોવાના લીધે ક્લાસમાં બાળકો તેની મજાક ઉડાવતા હતા અને તે પોતાને ખાવાથી રોકી શકતી નહોતી.
  3. ફ્રાઈડ ચિકન, ઈંડા, કેક અને પાઈ મને ખુબ જ પસંદ હોવાના લીધે સતત વજન વધી રહ્યો હતો. પ્રી-ડાયાબિટીસની ખબર પડતા ડોક્ટરની સલાહ પછી નોનવેજ ફૂડ બંધ કરી દીધું અને પોતાના એપાર્ટમેન્ટના રૂમમાં જ વોક શરુ કરી. હું રોજ સવારે 3 હજાર ડગલાં ચાલતી હતી, એપની મદદથી મારી પૌત્રી આ કામ પર નજર રાખતી હતી. હું ઈચ્છું છું કે અન્ય મોટી ઉંમરના લોકો પણ આ બાબતને ફોલો કરે અને એક્ટિવ રહે. એક ઉંમર થયા પછી પોતાની જાતને રોકવી જોઈએ નહીં, તે જીવન જીવવાનો એક સારો રસ્તો છે.

બ્રિસ્ક વોકના કેટલાયે ફાયદા છે

  1. દરરોજ બ્રિસ્ક વોક વજનને કંટ્રોલ કરવાની સાથે હ્ર્દયને તંદુરસ્ત રાખે છે. આ સિવાય ડાયાબિટીસથી ઝઝૂમતા દર્દીઓ અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે.
  2. દરરોજ 30 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી ફિટ રહેવા માટે જરૂરી છે. જો તમે દરરોજ કસરત કરી શકતા ન હોય તો વોક એક સારો વિકલ્પ છે.

Related posts

જાણો કે પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ કેવુક ડાયેટ લેવું જોઈએ…

Nawanagar Time

આ ત્રણ ઔષધીઓ બચાવી શકે છે કેન્સર જેવા ખતરાથી,નિયમિત સેવનથી થશે લાભ

Nawanagar Time

ફિટનેસમાં સુધારો કેન્સર થવાના જોખમમાં ઘટાડો કરે છે,વધૂ જાણો…

Nawanagar Time

Leave a Comment