Nawanagar Time
ટેક્નોલૉજી

Jio ને ટક્કર આપવા Airtel અને Vodafone-Idea બનાવી રહી છે આ મોટી યોજના..

mobile company

ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયા જિયોને ટક્કર આપવા માટે ફાઇબર નેટવર્ક શેર કરવા પર વિચાર કરી રહ્યા છે. બસ થોડી યોજના અનુસાર આગામી દિવસોમાં તે એક ભાગીદારી ફાઇબર નેટવર્કની શરૂઆત કરી શકે છે.

રિલાયન્સ જિયો સામે મળી રહેલા પડકારનો સામનો કરવા માટે આઇડિયા અને વોડાફોન પહેલાં જ એક થઇ ચૂક્યા છે, પરંતુ હવે ટેલિકોમ સેક્ટરમાં એક એવું મહાગઠબંધન બનવા જઇ રહ્યું છે જે જિયોને ભારે પડકાર ફેંકશે. ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયા જિયોને ટક્કર આપવા માટે ફાઇબર નેટવર્ક શેર કરવા પર વિચાર કરી રહ્યા છે. બસ થોડી યોજના અનુસાર આગામી દિવસોમાં તે એક ભાગીદારી ફાઇબર નેટવર્કની શરૂઆત કરી શકે છે.
કમાણી વધારવા પર ભાર
એરટેલના એક ટોચના અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે ‘અમને આ ભાગીદારી અને એક કંપની બનાવવાની ખુશી છે. અમે વોડાફોન, આઇડિયાની સાથે પહેલાં જ મળીને કામ કરી રહ્યા છીએ.’ જિયોના સસ્તા ડેટા ઓફર્સ બાદ ઘણી નાની કંપનીને ખતમ થઇ ચૂકી છે, જ્યારે વોડાફોન અને આઇડિયાએ પરસ્પર વિલિનિકરણ કરી દીધું છે.

ભારતીય એરટેલ હવે કસ્ટમર બેસના બદલે કમાણી વધારવા પર ધ્યાન આપી રહી છે. એટલા માટે તેનું ફોકસ પ્રીમિયમ કસ્ટમર પર છે. બીજી તરફ રિલાયન્સ જિયો પાસે દેશભરમાં હાઇસ્પિડ ફાઇબર નેટવર્ક છે. રિલાયન્સ ટૂંક સમયમાં જ જિયો ગીગાફાઇબર નામથી બ્રોડબેંડ સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે આ સેગ્મેંટમાં પણ પ્રાઇસ વોર તેજ થઇ જશે. રિલાયન્સે હજુ જણાવ્યું નથી કે તેમની બ્રોડબેંડ સેવાઓનો દર શું હશે. પરંતુ જો એરટેલ અને વોડાફોન આઇડિયા ફાઇબર નેટવર્ક શેર કરે છે, તો એ સ્પષ્ટ થઇ જશે કે બંને કંપનીઓ વચ્ચે ચાલી રહેલી જંગ ચાલુ રહેશે.

Related posts

હવે આ રીતે કરો Whatsapp માં એક સાથે 256 લોકોને મેસેજ… આ રહી ટ્રીક…

Nawanagar Time

દુનિયાભરમાં જીમેઈલ યૂઝર્સ પરેશાન, મેઈલ મોકલવા અને મળવામાં થાય છે વિલંબ

Nawanagar Time

Vivoનો નવો દમદાર ફીચર્સ વાળો સ્માર્ટફોન માત્ર 8490 રૂ. માં લોન્ચ….

Nawanagar Time

Leave a Comment