Nawanagar Time
સ્વાદ પકવાન

પિઝા ના શોખીન માટે છે આ બ્રેડ પિઝાની રેસિપી…

this-bread-pizza-recipe-is-for-the-fond-of-pizza

સામગ્રી:-

  • 1 પેકેટ બ્રેડ
  • 1 પેકેટ ચીઝ
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 3 કેપ્સીકમની રીંગ
  • 3 ડુંગળીની રીંગ
  • 2 લીલા મરચાં
  • એક કટકો આદું
  • 1/2 ઝૂડી લીલાધાણા
  • મીઠું સ્વાદનુસાર
  • મરચું
  • ખાંડ
  • માખમ

સોસ માટે: –

  • 500 ગ્રામ ટામેટા, 2 ડુંગળી, 7 કળી લસણ
  • 1 ચમચી ખાડં, 1 ચમચી લાલ મચરું, 1 ચમચી અજમો
  • માખણ
  • મીઠું સ્વાદનુસાર

 

  • રીત:-

એક વાસણમાં માખમ ગરમ કરી, તેમાં લસણની કટકી અને ડુંગળીનું કચુંબર વઘારવું. સાધારણ સાંતળી તેમાં ટામેટાના કટકા, મીઠું, મરચું, ખાંડ અને અજમો નાંખી, ઉકળે એટલે ઉતારી ઠંડુ પડે એટલે મીક્સીમાં વાટી ગાળી, સોસ બનાવવો.

વટાણાને વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે અધકચરા વાટી, તેમાં મીઠું, મરચું, ખાંડ, વાટેલા આદું-મરચાં અને લીલાધાણા નાંખવા.

બ્રેડની સ્લાઈસને ડબ્બીના ઢાંકણાથી ગોળ કાપી, તેના ઉપર ટોમેટો સોસ પાથરી, વટાણાનું લેયર કરવું. તેના ઉપર કેપ્સીકમ અને ડુંગળીની રીંગ મૂકવી. ફરી ટામોટો સોસ પાથરી ઉપર ખમણેલું ચીઝ ભભરાવવું. પછી થોડું માખણ નાંખી, પ્રિહીટેડ ઓવનમાં ૩૨૫ ફે. તાપે બેક કરવું. ચીઝ બરાબર ઓગળી જાય પછી કાઢી, કટકા કરી, લીલી ચટણી સાથે પીરસવા.

Related posts

તરબૂચ સ્વાદ અને ક્વાલીટી કેવુક છે ઓળખવા માટે આ છે બેસ્ટ ટીપ

Nawanagar Time

આજના લન્ચ માટે એક વાર બનાવી જુઓ, આ સ્વાદિષ્ટ અને હેલ્થી ગાજરનું શાક.

Nawanagar Time

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં માણો કાચાં કેળાંની ટિક્કીની મજા

Nawanagar Time

Leave a Comment