Nawanagar Time
સ્વાદ પકવાન

આજના લન્ચ માટે એક વાર બનાવી જુઓ, આ સ્વાદિષ્ટ અને હેલ્થી ગાજરનું શાક.

If you want to make something new for today's luncheon, just try to make it a once-in-a-tasty and healthy carrot sauce.

સામગ્રી:-

  • 2 કપ સમારેલા ગાજર
  • 2 કપ સમારેલી મેથીની ભાજી
  • 1/2 ટીસ્પૂન જીરૂ
  • 3/4 કપ ઝીણા સમારેલા કાંદા
  • 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 મોટી કળી લસણની (ઝીણી સમારેલી)
  • 12 મિલીમીટર (1/2) ઝીણું સમારેલું આદુ
  • 1/4 ટીસ્પૂન હળદર
  • 2 ટીસ્પૂન ધાણા પાવડર
  • 2 ટીસ્પૂન તેલ
  • મીઠું (સ્વાદાનુસાર)

બનાવવાની રીત:-

એક નોન-સ્ટીક કળાઇમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરૂ નાખો. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ નાખો મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો. છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.

Related posts

ઘરે જ બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલનાં વ્હાઈટ સોસ પાસ્તા

Nawanagar Time

રવિવારના નાસ્તામાં સ્પેશીઅલ બનાવો આ ખજુર પેટીસ.

Nawanagar Time

હવે ઓવન કે કૂકર વગર બનાવો આ સોફ્ટ એગલેસ કેક,જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

Leave a Comment