Nawanagar Time
ધાર્મિક

આ ફેંગશુઈ ટિપ્સ દૂર કરે છે માંદગી અને પારિવારિક ક્લેશ

this-feng-shui-eliminates-the-tips-of-illness-and-familial-clash

આજના સમયમાં દરેક માણસ સુખ અને શાંતિ બંને મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. તેમ છતાં કંઈક ભુલ થતી હોવાથી જીવનમાં યા તો સુખની ખામી રહે છે અને જો તમામ પ્રકારના સુખ મળતાં હોય તો મનમાં શાંતિનો અભાવ હોય છે. આવી સ્થિતિ આ ફેગશુઈ ટિપ્સ દૂર કરી શકે છે. જ્યારે આ અંગે યોગ્ય જાણકારીનો અભાવ હોય છે ત્યારે માણસ એક પછી એક સમસ્યામાં ફસાતો રહે છે પણ તેને યોગ્ય દિશા મળતી ન હોય તો આ ફેંગશુઈ ટિપ્સ અજમાવવા જેવી ખરી..

  • ઘરની પૂર્વ દિશામાં લાફીંગ બુદ્ધા રાખવો. જો કોઈના તરફથી આ બુદ્ધા તમને ભેટમાં મળ્યો હોય તો તે ઉત્તમ ફળ આપે છે.
  • ફેંગશુઈ અનુસાર જો ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હોય તો તેનો રામબાણ ઈલાજ છે કાચબો. જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો તમારાથી બીમારી અને શત્રુઓ દુર જ રહેશે.
  • ધંધા-રોજગારમાં વધારો કરવાની ઈચ્છા હોય તો ધાતુના કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખી ઓફિસની ઉત્તર દિશામાં મુકવો.
  • કાચબો લાંબા આયુષ્યનું પ્રતિક પણ ગણાય છે. જે ઘરમાં કાચબો હોય છે ત્યાં અપમૃત્યુનો ભય રહેતો નથી.
  • સુખી દાંપત્યજીવન માટે બેડરૂમમાં પણ કાચબો રાખી શકાય છે પરંતુ તેને પાણી વિના રાખવો.
  • અનેક લોકો કાચબાની વીંટી પહેરે છે, તેનાથી સ્વાસ્થ્યમાં સુધાર થાય છે.

Related posts

રાવણ દહનમાં મોદી-મનમોહન અને બાપુની ઉપસ્થિતિ!

Nawanagar Time

ચૈત્ર માસમાં લીમડાનું સેવન અને અલુણા વ્રતનું મહત્વ

Nawanagar Time

હર હર મહાદેવ

Nawanagar Time

Leave a Comment