Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ચપટીમાં એસિડિટી દૂર કરશે આ ઘરેલુ નુસખા, તરત ટ્રાય કરો

this-house-will-remove-the-acidity-from-the-flat-try-it-quickly

ગેસ અથવા એસિડિટી એ એક સામાન્ય બિમારી છે પરંતુ તે એક ગંભીર સમસ્યા છે. ક્યારેક ગેસ થવાથી પેટ, છાતી અને માથામાં ભયંકર દુખાવો થતો હોય છે. આને અવગણશો નહીં કારણ કે, આજની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે કે આપણે જ આ રોગને શરીરમાં આવવા દઇએ છીએ. તેથી જરૂરી છે કે તમને એ ઘરેલુ નુસખાની જાણ હોય જેથી તમારી આ સમસ્યા તરત જ સમાધાન થઈ જાય.

લીંબૂ

લીંબૂનો રસ અને આદુ એક ચમચી લો. ત્યારબાદ તેમાં થોડું કાળું મીઠું ઉમેરો અને આ જમ્યા પછી ફાકી જાઓ. આ પ્રયોગથી પાચન શક્તિ સારી બને છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

અજમો

અજમાના પાવડરને ગરમ પાણી સાથે ખાઓ. તેનાથી ગેસ અને અપચોની સમસ્યા દૂર થાય છે. દરરોજ 2થી 3 નાની હરડે ખાવાથી પણ એસિડિટીથી રાહત મળે છે.

મૂળો

મૂળાના જ્યુસમાં કાળું મીઠું અને હીંગ મિક્સ કરીને પીઓ. દિવસ દરમિયાન પાણી પણ વધુ પીઓ. તેનાથી પેટ સાફ આવશે અને શરીરમાં વાયુ નહીં બને. ડુંગળીના રસમાં કાળું મીઠું અને હીંગ મિક્સ કરીને પીવાથી પેટ અને ગેસનો દુખાવો દૂર થાય છે.

સફરજન

સફરજનના પલ્પને બે ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી ગેસની સમસ્યામાં તરત જ રાહત મળી જશે. ચપટી જીરૂ, કાળું મીઠું અને ફૂદીનો છાશમાં મિક્સ કરીને જમ્યા બાદ પીવાથી ગેસની સમસ્યા થતી નથી.

મેથીના બીજ

મેથીના બીજ અને ગોળને ઉકળતા પાણીમાં બોઇલ કરો અને આ પાણી ગાળીને પી લો. જે લોકોનું શરીર નબળું છે અથવા જેને ચક્કર આવતા હોય તે મેથીના બીજનો ઉપયોગ ન કરે. બે ચમચી હળદરના પાવડરમાં ચપટી મીઠું ભેળવીને પાણી સાથે ફાકી જવાથી ગેસ નથી થતો.

Related posts

બાળકોના વિકાસમાં જો ઝડપથી વજન વધતો જણાય તો થાઓ સાવધાન,નહિ તો થશે આ બીમારી…

Nawanagar Time

ડાયાબીટીસની બિમારીમાં કટુપીલા વનસ્પતિ આપે છે જાદૂઈ પરિણામ

Nawanagar Time

ટૂંકમાં જ કોરોના વાયરસનો થશે ખાત્મો!: ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

Nawanagar Time

Leave a Comment