Nawanagar Time
ગુજરાત

પેપર લિક કૌભાંડમાં પોલીસના હાથ લાગ્યો આ મોટો પુરાવો.. જાણો..

paper leak

પોલીસ દ્વારા આરોપીઓ રાજેન્દ્રનગર ચોકડી પાસેથી જુદી જુદી ચાર ગાડીઓમાં બેસી દિલ્હી તરફ જવા રવાના થયા હતા, ત્યારે પોલીસ દ્વારા શામળાજીથી રતનપુર નેશનલ હાઇવે રોડમાં આવેલા વોટડા ટોલ ટેક્ષ ઉપર સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા.

LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને મોટો પુરાવો હાથ લાગ્યો છે. પોલીસ તપાસ ટીમને હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે.

પેપર લિંક કાંડના બે આરોપીઓને લઈને ગઈકાલે ગાંધીનગર એલસીબી દિલ્હી જવા રવાના થઈ હતી. જેમાં પ્રિતેશ પટેલ અને અજય પરમાર નામના બે આરોપીઓને સાથે રાખવામાં આવ્યા હતા. પેપર ખરીદનાર આરોપીઓના જણાવ્યા અનુસાર પોલીસે દિલ્હી જતા સમયે વાટડા ટોલટેક્સ પર ઉભા રાખીને  30 તારીખ રાત્રિના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આરોપીઓ રાજેન્દ્રનગર ચોકડી પાસેથી જુદી જુદી ચાર ગાડીઓમાં બેસી દિલ્હી તરફ જવા રવાના થયા હતા, ત્યારે પોલીસ દ્વારા શામળાજીથી રતનપુર નેશનલ હાઇવે રોડમાં આવેલા વોટડા ટોલ ટેક્ષ ઉપર સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા. ત્યારે 30 નવેમ્બરે રાત્રિ દરમિયાન 12 વાગ્યા થી 1 વાગ્યાના સમય ગાળા દરમિયાન આ ઇનોવા કાર તેમજ તુફાન કાર ટોલટેક્ષ ઉપર થઈ પસાર થઈ હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. ત્યારે પોલીસે આ સીસીટીવી કબજે લેવાની તજવીજ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પેપર લિક કૌભાંડમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ), રૂપ શર્મા (ગાંધીનગર હોસ્પેટલની રેક્ટર), મુકેશ ચૌધરી (ભાજપનો કાર્યકર), મનહર પટેલ (ભાજપ કાર્યકર), નરેન્દ્ર ચૌધરી, અજય પરમાર, ઉત્તમસિંહ ભાટી, પ્રિતેશ પટેલ (લીક પેપર ખરીદનાર), જયેન્દ્ર રાવલ (ભાજપનો કાર્યકર), ભરત ચૌધરી, નવભાઈ વઘડીયા, સંદીપ ચૌધરી, યશપાલસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

Related posts

જામનગરમાં દયારામ લાયબ્રેરીમાં ફરી ગેરકાયદે બાંધકામ શરૂ થતાં આશ્ર્ચર્ય

Nawanagar Time

જામનગરના સાંસદ બનવા ઉમેદવારોનો રાફડો

Nawanagar Time

બીબીએ સેમેસ્ટર 6માં કોર્ષ બહારના પ્રશ્ર્નો પુછાતાં વિદ્યાર્થીઓ મુંઝાયા

Nawanagar Time

Leave a Comment