Nawanagar Time
હેલ્થ ટીપ્સ

પેશાબ રોકવાની આ આદત હશે તો શરીર પર ભોગવવી પડશે આ આશ્ચર્યજનક અસરો…

this-is-a-habit-of-urinary-incontinence
  • પેશાબ રોકી રાખવો સારો કે ખરાબ

શું તમને ખબર છે એક પુખ્ત વયના વ્યક્તિના મુત્રાશયમાં અડધો લીટર જેટલો પેશાબ સ્ટોર થાય ત્યાં સુધી તેને પી જવા માટે ખૂબ દબાણનો અનુભવ થતો નથી.એકવાર તમારું મુત્રાશય પૂર્ણ ભરાઈ જાય એટલે તેમાં રહેલા સેન્સર્સ તમારા મગજને કહે છે કે તમારે હવે હળવા થવાની જરુર છે, મુત્રાશય પૂર્ણ ભરાઈ ગયું છે.

  • નિયમિત આવું કરવાથી આરોગ્યની મુશ્કેલી

જ્યારે તમે પેશાબને રોકી રાખવાની કે દબાવી રાખવા અંગે વિચાર કરો છો ત્યારે સ્ફિન્ક્ટર નામન દરવાજો તમારા બ્લેડરને એકદમ ટાઇટ બંધ કરી દે છે જેથી યુરિન લીક ન થાય. સામાન્ય રીતે તો આ સ્ફિન્ક્ટર મસલ્સ આ કરવા માટે ટેવાયેલા હોય છે પરંતુ જો તમે એક જ સપ્તાહમાં અનેકવાર આ રીતે પેશાબ રોકી રાખતા હશો તો તમારા મુત્રાશયની પેશાબને રોકી રાખવાની ક્ષમતા નબળી પડી જશે.

  • શરીર પોતાનું કામ બરાબર જ કરે છે પણ…

આ નાના મસલ્સ પોતાના કામમાં ખૂબ હોંશિયાર છે અને પેશાબને બરાબર લીક થવાથી રોકે છે પરંતુ જો તમે તેના પર પેશાબ રોકી રાખવા માટે દબાણ કરશો તો તે પોતાની ક્ષમતા ગુમાવી દેશે. જેમ કે તમે રોજ લોંગ ડ્રાઇવ કરીને કામકાજના સ્થળે જતા હોવ અને રસ્તામાં મોટાભાગે પેશાબના પ્રેસરને દબાવી રાખતા હોવ તો સાવધાન થવાની જરુર છે.

  • બસ થોડું કામ પતાવી લઉં પછી જઈ આવીશ…

જોકે આપણામાંથી મોટાભાગના આ ભૂલ કરે છે. જે ખૂબ સામાન્ય બાબત લાગે છે. આપણે ક્યાં તો એટલા બિઝી હોઈએ કે કુદરતી પ્રેશરને અવગણીને હમણા જઈ આવીશ તેવું બહાનું કાઢીએ છીએ. ભલે આ ટેવ હેલ્ધી ન હોય પરંતુ સાયન્સ કહે છે કે જ્યારે મુત્રાશય ફૂલ હોય છે ત્યારે વ્યક્તિ એકદમ વધારે પ્રગલ્ભતા અને જ્ઞાન સાથે વાતો કરે છે.

  • કંટ્રોલ છે તે સારી વાત છે પણ

સંશોધનમાં લોકોને પેશાબ રોકી રાખવાનું કહેવામાં આવ્યું અને જ્યારે તેઓના મુત્રાશય ખૂબ ભરાઈ ગયા અને પ્રેશર વધ્યુ તે સમયે ચેત કરવામાં આવ્યું કે શું તેઓ મૂત્રાશય પર કંટ્રોલ રાખીને બીજુ કામ કરી શકે છે કે નહીં. પરંતુ આશ્ચર્યજનક રીતે આ લોકોના જવાબ વધારે પડતા કંટ્રોલવાળા જોવા મળ્યા હતા. તેથી જો તમે વિચારો છો કે પેશાબને રોકી રાખવાની તમારા શરીરની ક્ષમતાઓનો ખ્યાલ આવે છે તો તમે સાચો છો પરંતુ તેનાથી પણ વધારે તે તમારી પ્રગલ્ભતા અને બોડી પરના કંટ્રોલને પુરવાર કરે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમારે આ માટે નિયમિત પેશાબ રોકવો જોઈએ. કેમ કે તેમ કરવાથી તમારા શરીર અને આરોગ્ય પર તેની અસર પડશે.

Related posts

ગરમીની સિઝનમાં કેટલીક એવી ભૂલો થાય છે જે સ્કિનને અસર કરે છે, તેનાથી બચવા આ ઉપાયો અજમાવો

Nawanagar Time

તંદુરસ્ત રહેવા માટે આજથી જ કરો લાઇફસ્ટાઇલમાં ફેરફાર, હંમેશાં હેલ્ધી રહેશો

Nawanagar Time

હાથ વડે ખાવાથી હેલ્થને થઈ શકે છે આ 5અદભુત ફાયદાઓ

Nawanagar Time

Leave a Comment