Nawanagar Time
ગુજરાત જામનગર

આ તો પબ્લીક છે એટલે જવા દઉં છું નહીંતર પતાવી દેત… પોલીસને ધમકી આપી માર માર્યો

this-is-a-public-so-let-me-go-or-else-i-will-kill-police-threatened

લોખંડના પાઇપ વડે કર્યો હુમલો, પોલીસકર્મીની પોતાના જ ડિવિજનમાં ફરિયાદ

જામનગર:-જામનગરમાં પાચ હાટડી વિસ્તારમાં મોટર સાયકલ લઈ પસાર થતા એક પોલીસકર્મીને આંતરી લઈ બે  માર મારી ઇજા પહોંચાડયાની પોલોસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે ટોળું એકત્ર થઈ જતા આરોપીઓ જવાનને ધમકી આપી નાશી ગયા હતા. પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ કાલે બપોરે બે વાગ્યાના સુમારે સલીમ ચા વાળા ની દુકાન  પોતાનું મોટરસાયકલ લઈ પસાર થતા સીટી એ ડિવિઝનના જ પોલીસ કોન્સ્ટેબલ વકાસભાઇ હુસેનભાઇ શેખને મહેબુબ ઉર્ફે લાલા મહંમદલાલા  અને એક અજાણ્યા શખ્સે આંતરી લીધા હતા. જેમાં બંને શખ્સોએ ભુંડા બોલી ગાળો આપી પોતાના હાથ મા રહેલ લોખંડ ના પાઇપ વડે કોન્સ્ટેબલને માથામા એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી.  લોકોનું ટોળું એકત્ર થઈ જતા બંને શખ્સોએ કહ્યું હતું કે આજે તો પ્બ્લીક છે એટલે જવા દવ છુ નહીતર જાન થી પતાવી દયસ તેમ ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે કોન્સ્ટેબલએ બંને શખ્સો સામે આઇપીસી કલમ 323,504,114,506(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે  દરબારગઢ ચોકીના સ્ટાફે  હાથ ધરી છે.

Related posts

બિહાર તેમજ અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં ઝંઝાવાતી મોદી લહેર

Nawanagar Time

જામનગર જિલ્લાના 10 પીએસઆઈની ફેરબદલી

Nawanagar Time

સુશાસન દિવસે ખેડૂતો ઉપર વરસતી મોદી-રૂપાણી સરકાર

Nawanagar Time

Leave a Comment