Nawanagar Time
નેશનલ

આને કહેવાય વિકાસ! પાંચ વર્ષમાં સાંસદો માલામાલ

this-is-called-development-five-years-mp-malmal

ભાજપના 7ર, કોંગ્રેસના ર8, એઆઈટીસીના 13 અને બીજેડીના 1 સહિત 1પ3 સાંસદોની સંપત્તિમાં અધધ વધારો

નવી દિલ્હી:-વિકાસ-વિકાસની વાતો વચ્ચે પ્રજા ઠેરની ઠેર છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ અને અન્ય સાંસદોના 1પ3 સાંસદોની  અધધ કહી શકાય તેવો 14ર ટકાનો વધારો થઈ ગયો છે. ખુદને જનસેવક ગણાવતા 543 સાંસદોમાંથી 2014માં કુલ 153 નેતા ફરીથી ચૂંટાઈને સંસદમાં આવ્યા પણ માત્ર 5 વર્ષમાં આ નેતાઓ જે રીતે માલામાલ થયા છે તે જોઈને સૌને કહેવાનું મન થાય છે કે તેમને ત્યાં પૈસાના ઝાડ ઉગ્યા છે. તેમની  5 વર્ષમાં અનેક ગણી વધી છે. આ અમે નથી કહેતા પણ ખુદ નેતાલોગ કહે છે.

નામાંકન વખતે તેમણે જે વિગતો ચૂંટણી પંચને સોંપી હતી તેનું વિશ્લેષણ ઈલેકશન વોચ અને એડીઆર એ કર્યુ હતું. એડીઆરના રિપોર્ટ મુજબ વર્ષ 2009થી લઈને 2014 સુધી આ નેતાઓ તરફથી આપવામાં આવેલા સોગંદનામા તપાસીએ તો  નેતાઓની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે.

2014 ફરીથી ચૂંટાયેલા 153 સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિમાં 142 ટકાનો વધારો નોંધાયો છે અને સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિ 13.32 કરોડ રૂપિયા થઈ છે. આ યાદીમાં શત્રુઘ્ન સિંહા, પિનાકી મિશ્રા અને સુપ્રિયા સુલે ટોચ પર છે. ઈલેકશન વોચ અને એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર)  પાંચ વર્ષોમાં (2009થી 2014) 153 સંસદ સભ્યોની સરેરાશ સંપત્તિ વૃદ્ધિ 7.81 કરોડ રૂપિયા હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સંસદ સભ્યોની વર્ષ 2009માં સરેરાશ સંપત્તિ 5.50 કરોડ રૂપિયા હતી. જે બમણાથી વધીને 13.32 કરોડ રૂપિયા થઈ હતી. સંસદ સભ્યોમાં સૌથી વધારે સંપત્તિ વૃદ્ધિ ભાજપાના સાંસદ શત્રુઘ્ન સિંહાની થઈ. 2009માં  સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા હતી. જે 2014માં વધીને 131 કરોડ રૂપિયા થઈ ગઈ. બીજુ જનતા દળ (બીજદ)ના પિનાકી મિશ્રાની સંપત્તિ 107 કરોડ રૂપિયાથી વધીને 137 કરોડે પહોંચી જ્યારે ત્રીજા સ્થાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની સુપ્રિયા સુલે છે જેની સંપત્તિ 51 કરોડથી વધીને 5 વર્ષમાં 113 રૂપિયા થઈ ગઈ હતી.

Related posts

જામનગરના ‘સિંહ’ની લંડનમાં મોજ

Nawanagar Time

સોમવારે ચોથા તબક્કાનું મતદાન

Nawanagar Time

નાના ટાઉનમાં રૂ.10 લાખની આવક રીટર્નમાં થશે મેન્યુઅલી સ્ક્રૂટીની, IT વિભાગ પણ કરશે આકરણી

Nawanagar Time

Leave a Comment