Nawanagar Time
ગુજરાત જામનગર

આ, તે બેડીની સરકારી હાઇસ્કૂલ કે શૌચાલય?

this-is-it-the-bedi-government-high-school-or-toilet

70 લાખના ખર્ચે બનેલી બેડી વિસ્તારની સરકારી હાઇસ્કૂલ પાંચ વર્ષમાં શૌચાલયમાં ફેરવાઈ

શાળાને અન્યત્ર ખસેડવી પડી: સ્વચ્છતામાં 80મો ક્રમ મેળવનાર જામનગર મહાનગરપાલિકાની નાદારીનો નમૂનો પ્રકાશમાં આવ્યો.

જામનગર:-પ્રજા વત્સલ રાજવી જામસાહેબના જામનગર શહેરની મહાનગરપાલિકાના સત્તાધિશોએ પથારી ફેરવી દીધી છે. માત્ર કાગળ ઉપર સ્વચ્છતાની ડંફાશો મારતા જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશોની પોલ  થઈ છે. શહેરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી હાઇસ્કૂલને ગંદકીના કારણે બંધ કરવી પડી છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે પાંચ વર્ષ પૂર્વે 70 લાખના ખર્ચે સરકારી હાઈસ્કૂલ નિર્માણ કરાયા બાદ લોકોએ આ હાઈસ્કૂલને શૌચાલયમાં ફેરવી દેતા વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવા પડયા છે અને હાલમાં લોકો મોજથી આ આધુનિક બિલ્ડીંગનો  તરીકે ઉપયોગ કરે છે.

વિકાસની વાતો અને સ્વચ્છતાના મીશનના બણગા ફૂંકતી સરકારનો વધુ એક અસ્વચ્છ કીસ્સો બહાર આવ્યો છે, જામ્યુકો દ્વારા સ્વચ્છતાના અભ્યાન ચલાવાય છે સ્વચ્છ શહેર અંતર્ગેત આગળ પડતો ક્રમ મેળવે છે તેમ છતાં શહેરના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે.

બેડી વિસ્તારમાં આવેલી  હાઇસ્કૂલ ગંદકીના કારણે બંધ થઇ હોય તેવો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહત્વની વાતતો એ છેકે જામનગર મહાનગરપાલિકા દ્વારા શૈક્ષણિક કાર્ય અર્થે બેડી વિસ્તારમાં બાળકોના ઉજવળ ભવિષ્ય માટે રૂા. 70 લાખના ખર્ચે બે માળનું ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. આ બીલ્ડીંગમાં વિદ્યાર્થીઓ માત્ર બે વર્ષજ અભ્યાસ અર્થે આવ્યા છે અહિંના  ભરેલા વિસ્તારના કારણે, શાળાની બહાર જ ફેલાયેલ ગંદકીના ગંજને કારણે વિદ્યાર્થીઓ અવાર નવાર બીમારીઓનો ભોગ બનતા આથી આ વિસ્તારના માતા-પિતાએ બાળકોને હાઇસ્કૂલમાં અભ્યાસ અર્થે મોકલવાનું બંધ કર્યુ. આજે આ બીલ્ડીંગ સુમસામ ભાસી રહ્યું છે. આ બિલ્ડીંગનો શાળા તરીકે ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું પરંતુ  વિસ્તારમાં ફેલાયેલી ભયાનક ગંદકીના કારણે બાળકો સતત બિમારીનો ભોગ બનતા હતા. ધીમે ધીમે અહિં વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઘટી જતા આ શાળા સંપૂર્ણ પર્ણે આજે બંધ હાલતમાં છે.

આ શાળાને શરૂ કરવા માટે અધિકારીઓને કોઇ રસ ના હોય તેવું અહિંના રહેવાસીઓ જણાવે છે અમે અનેક વખત રજુઆત કરી છે કે  સાફ-સફાઇ કરી બાળકોને અહીં જ અભ્યાસ કરાવામાં આવે પરંતુ સત્તાધિસો અમારી કોઇ વાત સાંભળવા તૈયાર નથી. હાલ આ શાળાને બેડી વિસ્તારની પ્રાથમિક શાળા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે જે અમોને દૂર પડે છે આમ પણ અમારા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ છે. ત્યારે સાફ-સફાઇના અભાવને કારણે લાખોના ખર્ચે બનેલી શાળા આજે  હાલતમાં છે.

આ વિસ્તારના કોર્પોરેટરો અને સામાજીક કાર્યકરો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરાઇ છે કે શાળાની આસ-પાસ ફેલાયેલ ગંદકીને દુર કરી શાળાને ફરી શરૂ કરવી જોઇએ આ સરકારી હાઇસ્કૂલનું બાંધકામ પાંચ વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે અને માત્ર બે વર્ષ વિદ્યાર્થીઓ અહિં અભ્યાસ અર્થે આવ્યા છે.

અત્રે નોંધનીય  કે સત્તાધારીઓ સ્વચછતાની બાબતમાં કોઇ ઘ્યાન આપતા નથી. આ વિસ્તારના ધારાસભ્યને પણ કઇ રસ ન હોય તેવું લાગે છે ખરે-ખર તો શિક્ષણ એ અત્યંત મહત્વની બાબત ગણાય છે. બેડી વિસ્તાર વોર્ડ નં. 1 માં આવે છે. આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે. અહીંના રહેવાસીઓ મજુરી કામ કરતા હોય છે. આ  અભ્યાસની વધુ જરૂર હોય છે. મજૂર વર્ગ પોતાના બાળકોને મોંઘેરી શાળાઓમાં ભણાવી નથી શકતા તો સરકાર દ્વારા પણ બનાવેલી હાઇસ્કૂલ આજે બંધ થઇ જતાં દુર સુધી વિદ્યાર્થીઓને જવું પડે છે. સરકાર એ જાગૃત બની આ સમગ્ર વિસ્તારની સાફ-સફાઇ કરાવી જોઇએ. આ સરકારી હાઇસ્કૂલનો હાલ મહિલાઓ શૌચાલય તરીકે ઉપયોગ કરે  આ સમગ્ર વિસ્તારમાં આવેલી ગંદકીને પણ દૂર કરવી જોઇએ તેવો મત અહીંના વાલીઓએ વ્યકત કર્યો છે.

પાંચ વર્ષમાં બિલ્ડિંગ જૂનું થાય? અનવર સંઘાર

સામજીક કાર્યકર અનવર સંઘારે બેડી વિસ્તારની સરકારી હાઇસ્કૂલ વિશે જણાવ્યું હતું કે લાખોના ખર્ચે અહિં બિલ્ડીંગનું બાંધ કામ કરાયું છે હવે તંત્ર કહે છે કે આ બિલ્ડીંગ ર્જીણ થયું છે પણ શું પાંચ વર્ષમાં કોઇ બીલ્ડીંગ ર્જીણ થઇ જતું હશે ? આ વિસ્તારમાંથી અન્યત્ર હાઇસ્કૂલ  કરાઇ છે અને ત્યાં નવું બીલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. લાખોના ખર્ચે માત્ર પાંચ વર્ષના સમયમાં સરકારી શાળાનું બિલ્ડીંગ જુનું થઇ જઇ અને નવી જગ્યાએ ફરી બીલ્ડીંગ બાંધવામાં આવે તો આ વિસ્તારના અન્ય કાર્યો કયારે થશે?

બેડી હાઇસ્કૂલ ટ્રાન્સફર કરી છે બંધ નહિં : ડીઇઓ

જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી હાઇસ્કૂલ વિશે ડીઇઓ કચેરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ શાળા આજે ટ્રાન્સફર કરવામાં આવી છે બેડી વિસ્તારની હાઇસ્કૂલનું બીલ્ડીંગ જુનું થઇ ગયું હોવાથી  પ્રાથમિક શાળા ખાતે હાઇસ્કૂલને ખસેડાઇ છે. ડીઇઓ એ બેડી વિસ્તારમાં 70 લાખના ખર્ચે બનાવેલ પાંચ વર્ષ પહેલાના બીલ્ડીંગને જુનું જણાવી ‘સબ સલામત હે’નો સુર વ્યકત કર્યો હતો. પરંતુ ડી.ઇ.ઓ.ને પણ એ ખ્યાલ નહિ હોય કે આ શાળનું બાંધકામ માત્ર પાંચ વર્ષ પહેલા કરાયું છે.

Related posts

જામનગરના બિલ્ડર ઉપર ફાયરીંગ પ્રકરણમાં ફરારી આરોપીને ઝડપી લેતી રેન્જ ટીમ

Nawanagar Time

હિરજી મિસ્ત્રી રોડ ઉપર ત્રણ બૂટલેગરોનો આતંક: કારના કાચ ફોડ્યા

Nawanagar Time

એસટી કર્મચારીઓની હડતાલ સમેટાઈ: હાલાકી યથાવત્

Nawanagar Time

Leave a Comment