Nawanagar Time
અજબ-ગજબ

અજબ ગજબ છે આ જલેબીનું અંગ્રેજી નામ,ક્લિક કરી જાણો તેનું નામ…

this-is-the-name-of-the-jalebis-english-name

જલેબીનું અંગ્રેજી નામ

જલેબી તમે અનેક વખત ચાખી હશે અને તમને ખૂબ ભાવતી પણ હશે. આજ તમારી ફેવરિટ વાનગી વિશે તમને કોઈક પુછે કે જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય તો તે સમયે તમે શું કહેશો? જલેબી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ એટલી જ પ્રચલિત છે પરંતુ ત્યાં તેનું નામ થોડું અલગ છે.

શું છે જલેબીનો ઈતિહાસ

કેટલાક લોકોનું માનવું છે કે જલેબી મૂળ રૂપથી અરબી શબ્દ છે અને તેનું અસલી નામ જલાબિયા છે. પર્શિયન ભાષામાં ઝુલ્બીયા, ઈજિપ્ત, લેબેનાના અને સિરિયામાં ઝલાબીયા, માલદીવ્સમાં ઝીલેબી, નેપાળમાં જેરી કહેવામાં આવે છે. જલેબી ભારતીય ઉપમહાદ્વીપમાં જેમ કે ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં વધારે પ્રચલિત છે.

જલેબીનું નથી કોઈ અંગ્રેજી નામ

પશ્ચિમના દેશોમાં આ મીઠાઈ બનતી ન હોવાથી તેનું કોઈ અંગ્રેજી નામ નથી. જેવી રીતે ઈટાલિયન પિઝાને ભારતમાં પિઝા કહેવામાં આવે છે. કેકને કેક, મેક્સિકન ટાકોસને ભારતમાં ટાકોસ જ કહેવામાં આવે છે. તેવી જ રીતે જલેબીને અંગ્રેજીમાં જલેબી જ કહેવામાં આવે છે.

કેટલાક લોકો જલેબીને અંગ્રેજી નામ આપ્યું

સામાન્ય રીતે જલેબીનું કોઈ અંગ્રેજી નામ નથી. પરંતુ કેટલાક લોકોએ તેની બનાવટ અને તેની પદ્ધતિને ધ્યાનમાં રાખીને અંગ્રેજીમાં ‘સીરપ ફિલ્ડ લીક્વીડ રિંગ’ કહે છે આ ઉપરાંત ‘ઈન્ડિયન ફનલ કેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Related posts

સૌથી મોંઘી ચા. 1 કિલોનો ભાવ જાણીને ચોંકી જશો

Nawanagar Time

કેરળમાં બની વિશ્ર્વની સૌથી કેક

Nawanagar Time

હવે એક કુતરું પણ ધરાવે છે આ યુનિવર્સિટીની ડિગ્રી,જાણો તેનું કારણ અને કઈ છે આ ડિગ્રી…

Nawanagar Time

Leave a Comment