Nawanagar Time
ટેક્નોલૉજી

આ ટેલિકોમ કંપનીએ અપનાવી નવી ટેક્નોલોજી, મળશે સુપર નેટવર્ક અને હાઇસ્પિડ કનેક્ટિવિટી

this-new-technology-adopted-by-the-telecom-company

ભારતમાં સ્માર્ટફોન યૂજર્સની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેથી ટેલિકોમ કંપનીઓ પણ એક બીજાની હરિફાઇમાં ગ્રાહકોને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. જેનાથી ગ્રાહકોને હંમેશા ફાયદો થાય છે. ટેલિકોમ કંપનીઓનો ડેટા પ્લાન હોય કે ટેરિફ પ્લન બધામાં ટેલિકોમ કંપનીઓની હરિફાઇ જોવા મળે છે. તેમજ હવે સારા નેટવર્ક બાબતે દરેક ટેલિકોમ કંપનીઓ સતર્ક રહે છે.

બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળે તે માટે વારંવાર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તેવામાં Airtel 4G યૂજર્સ માટે કંપનીએ નવી LTE 900 ટેક્નોલોજીને ઇન્ટ્રોડ્યૂસ કરી છે. આ ટેક્નિકથી યૂજર્સને ઇન્ડોરમાં પણ ફૂલ નેટવર્ક કવરેજ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટનો એક્સસે મળશે. Airtel ના આ પગલાંથી કંપનીના કરોડો યૂજર્સને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળશે. Airtel એ આ નવી ટેક્નોલોજીને હાલ કર્ણાટક ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવી છે. પછી તેને અન્ય ટેલિકોમ સર્કલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીના કર્ણાટક ક્ષેત્રના સીઇઓ સી.સુરેન્દ્રને કહ્યું કે અમારો મુખ્ય લક્ષ્ય ગ્રાહકોને સારા નેટવર્ક એક્સપીરિયન્સ પુરૂ પાડે છે. LTE 900 ટેક્નિકના ડિપ્લોયમેન્ટ બાદ Airtel 4G કવરેજને વધુ સારું કરવા માટે યોગ્ય કરવામાં આવશે. ખાસ કરીને ઘરો અને બિલ્ડીંગની અંદર. Airtel સ્માર્ટફોન કસ્ટમર્સને કોઇપણ વિધ્ન વિના હાઇ સ્પીડ 4G નો લાભ મળશે. જેના લીધે યૂજર્સ એચડી ક્વોલિટીની કોલિંગનો લાભ આ અપગ્રેડ નેટવર્ક દ્વારા ઉઠાવી શકશે. અમે અમારા નેટવર્કમાં સતત સુધારો કરતાં નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

કંપનીનો દાવો છે કે LTE 900 ટેક્નોલોજીના ડિપ્લોયમેંટથી યૂજર્સને 900 મેગા હર્ટ્ઝ બેન્ડ દ્વારા નેટવર્ક પુરૂ પાડવામાં આવશે. જે ઇન્ડોરમાં પણ સારું કવરેજ આપે છે. આ ટેક્નોલોજીનો ફાયદો ખાસકરીને સ્માર્ટફોન યૂજર્સને થશે જેમને ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે. સારા ઇન્ડોર કવરેજનો અર્થ સ્પષ્ટ છે કે યૂજર્સને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, ઓફિસ, મોલ તથા અન્ય જગ્યાઓ પર પણ સારી કનેક્ટિવિટી મળશે.

Related posts

ટિકટોક પર વાયરલ થવા માટે વ્યાવસાયિક તાલીમ મળે છે, એક મહિનાની ફી ₹ 7000

Nawanagar Time

Flipkart સેલમાં આ ટીવી પર મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Nawanagar Time

ગૂગલનાં યુઝર્સ હવે સર્ચ રિઝલ્ટ અને લોકેશન ઓટો ડીલિટ કરી શકશે

Nawanagar Time

Leave a Comment