Nawanagar Time
અજબ-ગજબ

આ રાણી દરરોજ 700 ગધેડાના દૂધથી કરતી હતી સ્નાન,જાણો શું હતું તેનું રહ્શ્ય…

this-queen-used-to-don-700-donkey-milk-every-day-the-secret-of-what-was-known

તમે હંમેશા લોકોને પાણીથી, ગાય અથવા ભેંસના દૂધથી સ્નાન કરતા જોયા હશે અને સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે વિશ્વમાં એક એવી પણ રાણી હતી, જે ગધેડાઓના દૂધથી સ્નાન કરતી હતી, જેના માટે તેઓ દરરોજ 700 ગધેડાઓનુ દૂધ મંગાવે છે. પરંતુ તે આવુ કેમ કરતી હતી, તે આજે પણ એક મોટું રહસ્ય છે, જે અંગે જાણીને તમારા હોશ ઉડી જશે.

  • શું હતું રાણી નું નામ:-

તે રાણીનું નામ ક્લિયોપેટ્રા હતુ અને તેણી ઈજિપ્તની શાસક હતી. કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ 51 પૂર્વે 30 ઈસા પૂર્વ સુધી ઈજિપ્ત પર શાસન કર્યુ હતું. તે સમયે ક્લિયોપેટ્રાને વિશ્વની સૌથી અમીર અને સુંદર મહિલા તરીકે માનવામાં આવતી હતી. સાથે જ તેનું નામ ઈતિહાસમાં એક એવા વ્યક્તિત્વ તરીકે નોંધાયેલુ છે, જેનું નેતૃત્વ રહસ્યોથી ભરેલુ હતું.

કહેવાય છે કે ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે તેઓ રાજા અને સૈન્ય અધિકારીઓને પોતાની સુંદરતાના જાળમાં ફસાવીને તેમની પાસેથી પોતાના બધા કામ કઢાવી લેતી હતી. આ રાણીના અસંખ્ય પુરૂષો સાથે શારીરિક સંબધ હતાં. સાથે જ તેને દુનિયાની 5 ભાષાઓનું પણ જ્ઞાન હતું. આ જ કારણ હતુ કે તે ત્વરીત કોઈ પણ વ્યક્તિ સાથે ભળી જતી હતી અને તેની સાથેના બધા રહસ્યો જાણી લેતી હતી.

ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડાઓનું દૂધ મંગાવતી હતી અને તેનાથી સ્નાન કરતી હતી, જેનાથી તેની ચામડી સુંદર રહેતી હતી. હાલમાં થયેલા એક સંશોધનમાં એક વાત સાબિત થઇ છે. તુર્કીમાં થયેલા એક અભ્યાસ મુજબ, એક સંશોધન દરમ્યાન જ્યારે ઉંદરોને ગાય અને ગધેડાનું દૂધ પીવડાવવામાં આવ્યું ત્યારે ગાયનું દૂધ પીનારા ઉંદર વધુ મોટા થયાં. જેનાથી એક વાત પુરવાર થાય છે કે ગધેડાના દૂધમાં ગાયના દૂધની તુલનામાં ઓછી ચરબી હોય છે, જે દરેક રીતે સારું હોય છે.

કહેવાય છે કે ક્લિયોપેટ્રા ઈજિપ્ત પર શાસન કરનારી અંતિમ શાસક હતી. જોકે, આફ્રિકી, કૉકેશિયસ અથવા યુનાની હતી, જે હજી સુધી રહસ્યમય છે. જેના પર આજ સુધી સંશોધન ચાલુ છે. ક્લિયોપેટ્રાની મોત અંદાજે 39 વર્ષની ઉંમરમાં જ થઇ હતી, પરંતુ તેની મોત કેવીરીતે થઇ હતી, જે હજી સુધી રહસ્ય છે. કેટલાંક લોકોનુ માનવુ છે કે ક્લિયોપેટ્રાએ સાપ સાથે ડંખ લગાવીને આત્મહત્યા કરી હતી, તો અન્ય લોકોનું કહેવુ છે કે તેનું મૃત્યુ માદક (ઝેરીલા) પદાર્થના સેવનથી થઇ હતી. આ સિવાય અન્ય કેટલાંક લોકોનું એમ પણ માનવુ છે કે સાપ સાથે ડંખ લગાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

Related posts

ખેતરમાંથી નીકળેલા ઘડાને સૌ પ્રેતઆત્મા સમજી બેઠાં

Nawanagar Time

શું તમને ખબર છે ?? ગાડીઓના ટાયર શા માટે કાળા હોય છે ?

Nawanagar Time

ક્યારેક અપશબ્દો પણ પીડા ઘટાડવામાં મદદગાર

Nawanagar Time

Leave a Comment