Nawanagar Time
નેશનલ

રેપ પીડિતાઓ માટે સુપ્રીમ કોર્ટે કરી આ ખાસ સૂચના…

રેપ પીડિતાઓની ઓળખ સાર્વજનિક કરવા અને એમની સાથે થતા સામાજિક ભેદભાવને સુપ્રીમ કોર્ટે કડક પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેપ પીડિતાઓને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે, આ ખૂબ દુખદ છે. કોર્ટે કેન્દ્ર અને સંઘ શાસિત પ્રદેશોને પણ પ્રત્યેક જિલ્લામાં એક વન સ્ટોપ સેન્ટર બનાવવાનો નિર્દેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર રાજ્ય સરકારો અને સંઘ શાસિત પ્રદેશોનો રેપ પીડિતાઓના કલ્યાણ અને પુવર્વાસ માટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે પ્રત્યેક જિલ્લામાં રેપ પીડિતાઓ માટે એક વન સ્ટોપ સેન્ટર બનાવું જોઇએ. અહીંયા રેપથી સંબંધિત મુદ્દાઓનું સમાધાન થવું જોઇએ અને પીડિતાઓને પુનર્વાસ માટેની વ્યવસ્થા હોવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે રેપ પીડિતાઓના નામ, ફોટા સાર્વજનિક કરવા પર સખત આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે તપાસ એજન્સી, પોલીસ અથવા મીડિયા દ્વારા કોઇ પણ સંજોગે રેપ પીડિતાઓની ઓળખ સાર્વજનિક કરવામાં આવે નહીં.

Related posts

યુધ્ધમાં સૈનિકો જેવી જ ભૂમિકા ભજવે છે ઉંદર, ડોલ્ફીન, કબુતર, ચકલી સહીતના જીવ-જંતુઓ

Nawanagar Time

સલમાન-જેકલીનના ગીતે રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી

Nawanagar Time

‘ફાની’ વાવાઝોડામાં 10ના મોત

Nawanagar Time

Leave a Comment