Nawanagar Time
જામનગર ગ્રામ્ય

વધુ એક ખેડૂતનો આપઘાત : ધ્રોલના ઈટાળામાં સરકારી લેણું વધી જતાં ખેડૂતે ભર્યું આ પગલું..

This step was taken by the farmer increasing government debt in Dhrol.

ધ્રોલના ઈટાળા ગામના એક ખેડૂતે ચાલુ વર્ષે વાવેતર કરવા માટે રૃા.ચારેક લાખનું ધિરાણ મેળવ્યું હતું, પરંતુ ખાસ કંઈ ઉપજ નહીં મળતા અને સરકારી લેણું વધી જતાં તેમજ ઉપરથી પુત્ર-પુત્રીના લગ્ન લેવાની પણ નોબત આવતા આર્થિક ભીંસથી કંટાળી ગઈકાલે પોતાના જ ખેતરમાં ઝાડની ડાળીમાં દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકની લખેલી મનાતી ચિઠ્ઠી કબજે કરી તપાસ શરૃ કરી છે.

ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ નાથાભાઈ મુંગરા નામના પચ્ચાસ વર્ષના પટેલ વૃદ્ધે પોતાના ઘરેથી વાડીએ જવા નીકળ્યા પછી બપોરે ત્રણેક વાગ્યે આ પ્રૌઢે વાડીમાં આવેલા પીપળાના ઝાડમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતા રમેશભાઈના નાનાભાઈ કરશનભાઈ મુંગરા તેમજ રમેશભાઈના સંતાનો વાડીએ દોડી આવ્યા હતા. તેઓએ ઝાડની ડાળીમાં દોરડાથી ઝૂલી રહેલા રમેશભાઈને નીચે ઉતાર્યા હતા તેમજ બેભાન હાલતમાં રહેલા આ પ્રૌઢને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડયા હતા જ્યાં તેઓની સારવાર શરૃ કરતા પહેલા જ તબીબોએ તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા ભારે રોકકળ મચી હતી.

ઉપરોકત બનાવની પોલીસને જાણ થતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઈટાળા દોડી ગયો હતો. પોલીસે બનાવના સ્થળે તપાસ કરતા ત્યાંથી પથ્થર નીચે દાબીને રાખવામાં આવેલી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં લખ્યા મુજબ મૃતક રમેશભાઈએ જણાવ્યું છે કે, ‘મારા પર સરકારી લેણું વધી ગયું હોય, હું આ પગલું ભરૃં છું, મારા છોકરાવનો કોઈ દોષ નથી, એને હેરાન કરશો નહી.’ શબ્દશઃ લખેલી આ ચિઠ્ઠી ધ્રોલ પોલીસે કબજે કરી મૃતકના ભાઈ કરશનભાઈ મુંગરાનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ ઉમેર્યા મુજબ રમેશભાઈ ચાલુ વર્ષે પાકની કંઈ ખાસ ઉપજ ન થતા અને તે માટે લેવામાં આવેલા ધિરાણનું દેવું વધી ગયું હોય તેમજ થોડા સમય પછી રમેશભાઈના સંતાનના લગ્ન આવતા હોય તેના ખર્ચની ચિંતામાં રમેશભાઈ થોડા દિવસોથી ગરકાવ બન્યા હતા. પોતાની બાર વીઘા જમીનમાં ચાલુ વર્ષે મૃતક રમેશભાઈએ વાવેતર કર્યું હતું તેના માટે લેવામાં આવેલી રૃા.ચારેક લાખની લોન પણ ભરપાઈ કરવાની હતી અને ઉપરથી વયસ્ક પુત્ર-પુત્રીના લગ્ન પણ લેવાના હોય તેની ચિંતાએ રમેશભાઈને આર્થિક ઉપાધીમાં મૂક્યા હતા. પોલીસે નિવેદનની નોંધ કરી અપમૃત્યુ નોંધ્યું છે.

Related posts

જોડિયા ભૂગર્ભ ગટર યોજનામાં ગેરરીતિ મામલે તપાસ કમિટીની રચના

Nawanagar Time

રોજમદાર મજૂરોની આત્મહત્યાના કેસમાં 60 ટકાનો વધારો

Nawanagar Time

ચકચારી જામજોધપુર જુગારકાંડમાં 50 લાખની બેંકની ચર્ચા

Nawanagar Time

Leave a Comment