Nawanagar Time
સ્વાદ પકવાન

આંગળા ચાટતા રહી જશે ખાઈને આ ટ્વિસ્ટેડ પુરી…

this-will-be-complemented-by-eating-twisted-toes-licked

સામગ્રી:-

  • 1 કપ – ચણાનો લોટ
  • 2 કપ -ઘઉંનો લોટ
  • 1/2 કપ -મેથીના પાન (સમારેલા)
  • 2 ચમચી -આદુ-લસણની પેસ્ટ
  • 1/2 નાનીચમચી – ગરમ મસાલો
  • 1/2 ચમચી -હળદર
  • 1 ચમચી -ધાણાજીરૂ
  • સ્વાદાનુસાર- લાલ મરચું
  • 1 ચમચી -અજમો
  • સ્વાદાનુસાર- મીઠું
  • તળવામાટે – તેલ

બનાવવાની રીત :-

સૌ પ્રથમઘઉંનો લોટ અને ચણાના લોટને મિક્સ કરીને તેને એક વાસણમાં ચાળી લો. ત્યાર બાદ તેમાં મેથી, હળદર, ઘાણાજીરૂ, આદુ-લસણની પેસ્ટ, અજમો, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીનેબરાબર મિક્સ કરી લો. હવે લોટમાં થોડૂંક પાણી ઉમેરતા જાવ અને તેનો લોટ બાંધી લો. ત્યારબાદ તેને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. ત્યાર પછી તેના નાના લૂઆ બનાવીને તેનીપુરીઓ વણી લો.

ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં પુરીને ધીમી આંચ પર આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે મસાલા પુરી. જેને તમે અથાણું, ચટણી, બટેટાના શાક તેમજ ચા સાથે સર્વ કરી શકો છો.

Related posts

શિયાળામાં હેલ્ધી રહેવા માટે બનાવો લીલી હળદરનું શાક…

Nawanagar Time

માર્કેટ જેવા સ્વાદમાં ઘરે બનાવો ટેસ્ટમાં યમ્મી અને ખાવામાં હેલ્થી ભૂંગળા બટાકા

Nawanagar Time

ફ્રાય કર્યા વગર બનાવો આ ટેસ્ટથી ભરેલી કચોરી…

Nawanagar Time

Leave a Comment