Nawanagar Time
ગુજરાત

ઐતિહાસિક સોમયજ્ઞમાં પુણ્યનું ભાથું બાંધતા હજારો વૈષ્ણવો

thousands-of-vaishnavs-built-in-the-history-of-somayogna

અક્ષતવર્ષાથી ભાવિકો ભાવ વિભોર: આવતીકાલે મંગલ પૂર્ણાહૂતિ

ખંભાળિયા:-ખંભાળિયાના આંગણે ઐતિહાસીક રીતે અનન્ય મહત્વના એવા વિરાટ સોમયજ્ઞ મહોત્સવનો રવિવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વૈષ્ણવાચાર્યો અને ધર્મવિદ્દો દ્વારા ચાલી રહેલા આ સોમયજ્ઞનો લાભ દરરોજ હજારો શ્રઘ્ધાળુઓ લઇ રહ્યા છે. આ યજ્ઞની મંગલ પૂર્ણાહૂતિ શુક્રવાર તા.5મીના રોજ  છે.

ખંભાળિયાની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકજીથી થોડે જ દૂર ધરમપુર વિસ્તારમાં આશરે નવ વિઘા જેટલી વિશાળ જગ્યામાં રવિવાર તા.31મી માર્ચથી સોમયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. આ સોમયજ્ઞ પદ્મભૂષણ આચાર્ય ડો. ગોસ્વામી ગોકુલોત્સવજી મહારાજ સાથે પૂ. ડો. આચાર્ય ગો. વ્રજોત્સવજી મહોદય તથા ચિ. ઉમંગબાવાજીની ખાસ ઉપસ્થિતિમાં ચાલતા આ સોમયજ્ઞમાં દરરોજ અનેકવિધ  સાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમમાં ચૂંદડી મનોરથ, શ્રીનાથજીની ઝાંખી, છાકલીલા, મનોરથ, ગુલાબની કુંજ-નિકુંજ મનોરથના દર્શનનો લાભ લેવા ઉપરાંત દરરોજ યોજાતા યજ્ઞમાં બેસીને પૂણ્યનો લાભ અનેક વૈષ્ણવ ભાઇઓ-બહેનોએ લીધો છે. સોમયજ્ઞના અંતે દરરોજ અક્ષત વર્ષાથી ઉપસ્થિત ભાવિકો ભાવ વિભોર બન્યા છે.

આ સોમયજ્ઞમાં આજરોજ બુધવારે સાંજે સોમરાજાના પલના  નંદમહોત્સવના કાર્યક્રમો તથા ગુરૂવાર તા.4ના રોજ સાંજે રથયાત્રા તથા ઘ્વજારોહણના વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. સોમયજ્ઞ માટે વિરાટ સોમયજ્ઞ મહોત્સવ સમિતિ તથા ખંભાળિયા વૈષ્ણવ સેવા સમાજના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ સોમયજ્ઞના દર્શન તથા પ્રદક્ષીણા દ્વારા હંમેશ હજારો વૈષ્ણવો ઠેર-ઠેરથી ઉપસ્થિત રહી પૂણ્યનું ભાથું  છે.

Related posts

હાર્દિક નાં લીધે જામનગર નાં રાજકારણ મા ગરમી, રાજ્યમંત્રી હકુભાને મોદિ નું તેડુ..

Nawanagar Time

ઝારખંડના ગર્વનર દ્વારકાધીશના દર્શને

Nawanagar Time

જેલ મા કોનું ચાલે ? નાસ્તો કરવાની ના પાડતા ખૂંખાર કેદીએ પોલીસનું માથું ફોડયું

Nawanagar Time

Leave a Comment