Nawanagar Time
ગુજરાત જામનગર

ચકચારી ઠેબા મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

three-arrested-in-the-case-of-a-mercenary-seben-murder-case

આરોપીની પત્ની સાથે મૃતકના અનૈતિક સંબંધ બન્યા કારણભૂત : સો મણનો સવાલ, મૃતક કોણ

જામનગર:-જામનગર નજીક ખીમલીયા અને ઠેબા ગામના સીમમાં મહિના પૂર્વે થયેલા મર્ડરના બનાવને આખરે એલસીબી પોલીસે ઉકેલી નાખ્યું છે પરંતુ ઇતિહાસની પ્રથમ ઘટના હશે જેમાં મૃતકની હજુ સુધી ઓળખ થવા પામી નથી પરતું હત્યારો પકડાઈ ગયા છે. પોલીસે મૃતક સાથે અનૈતિક સંબંધ ધરાવનાર મહિલાના પતિ અને અન્ય બે સહીત  સખ્સોની ધરપકડ કરી છે. જામનગર તાલુકાના ઠેબા અને ખીમલીયા ગામની સીમમાં એક વાડી નજીકના વોકળામાંથી દાટી દેવાયેલ નગ્ન હાલતમાં યુવાનનો મૃત દેહ મળી આવ્યો હતો. ગળે ટુપો દઈ અજાણ્યા સખ્સોએ આ યુવાનને મારી નાખ્યો હોવાનું પીએમ રીપોર્ટમાં સામે આવ્યું હતું. જેને લઈને પંચ કોશી પોલીસે આ બનાવ અંગે અજાણ્યા  સામે હત્યા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે એલસીબી પોલીસની તપાસમાં આ પ્રકરણમાં અનૈતિક સબંધની આડમાં યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને આગળની તપાસ શરુ કરી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે ઠેબા ખાતે મજુરી કામ કરતા અભેસિંગ ઉર્ફે બાબુ કશ્લાભાઈ વીરસીંગભાઈ  રાજુભાઈ દીતીયાભાઈ ભાભોર અને રમેશ બચુભાઈ વરસીંગભાઈ નામના સખ્સોની ધરપકડ કરી છે. આરોપી અભેસિંગની પત્ની સાથે મૃતક યુવાનને કઢંગી હાલતમાં જોઈ જતા આરોપી પતિએ અન્ય બન્ને આરોપીઓની મદદથી યુવાનને  પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે. જો એ મારનાર યુવક કોણ છે તેની ઓળખ થવા પામી નથી. આરોપીની પત્ની અને  આંખની ઓળખ બાદ સબંધો બંધાયા હતા,  યુવતીએ યુવાનનું નામ કયારેય પૂછ્યું જ ન હતું અને સંબંધ ચાલુ રાખ્યો હતો. આ બાબતે મહિના સુધીની તપાસ બાદ પણ યુવાનની ઓળખ થવા પામી નથી.

Related posts

લોકોની સુખાકારી માટે વિકાસકાર્યોની આગેકૂચ: રાજ્યમંત્રી હકુભા

Nawanagar Time

ભાજપ-કોંગ્રેસના નેતાઓ સુભાષચંદ્ર બોઝને વિસર્યા

Nawanagar Time

કચરામાંથી ખાતર બનાવી કમાણી કરતું થયું જામનગર મહાપાલિકાનું તંત્ર

Nawanagar Time

Leave a Comment