Nawanagar Time
ગુજરાત

લૈયારા નજીક કરૂણ અકસ્માતમાં 3ના મોત: ત્રણ ગંભીર

three-killed-in-a-tragic-accident-near-laiyara

પડધરી-ધ્રોલ વચ્ચે રોંગ સાઇડમાં આવતી વર્ના કાર સાથે સ્વીફટ કાર સામ-સામે ઘડાકાભેર અથડાઇ: ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા

ધ્રોલ:-પડધરી-ધ્રોલ વચ્ચે આવેલા ગઢડા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે બે કાર ધડાકાભેર અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. જયારે ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવની વિગતો મુજબ પડધરી-ધ્રોલ રોડ ઉપર લૈયારા ગામ નજીક આવેલા ગઢડા ગામના પાટીયા પાસે આજે સવારે રોંગ સાઇડમાં આવતી  વર્ના કાર જીજે 10 સીજી 7569 સાથે પુરપાટ ઝડપે જઇ રહેલી સ્વીફટ કાર જીજે 10 સીજી 792 સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

three-killed-in-a-tragic-accident-near-laiyarathree-killed-in-a-tragic-accident-near-laiyara
three-killed-in-a-tragic-accident-near-laiyara

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યકિતઓના મોત નિપજયાં હતાં, જેમાં એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.ર8), જયેશ મેરૂભાઈ આલ (ઉ.વ.3ર) અને મહેશભાઈ પ્રવિણભાઈ ભાડકા (ઉ.વ.3પ)ના કમકમાટીભર્યા મૃત્યુ થયાં હતાં જ્યારે ભીખુભાઈ રબારી અને અન્ય એકને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં.

three-killed-in-a-tragic-accident-near-laiyara
three-killed-in-a-tragic-accident-near-laiyara
three-killed-in-a-tragic-accident-near-laiyara
three-killed-in-a-tragic-accident-near-laiyara

વધુમાં જામનગરથી રબારી પરિવાર સ્વિફટ કારમાં સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

હિટવેવથી બચવા આટલું કરો: જામ્યુકોની ગાઇડલાઇન

Nawanagar Time

‘તળાવે’ પહેરવેશ ઉપર ‘તરાપ’

Nawanagar Time

મહાપાલિકાના ઈન્ચાર્જ ડીએમસી ‘હિસાબ’ આપવામાં ઢીલા-ઢફ

Nawanagar Time

Leave a Comment