Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં પેરોલ પર છૂટી લૂંટ ચલાવનારા 3 ઝડપાયા

three-looted-robbers-who-were-absconding-on-parole-were-arrested

ખંભાળિયા:-ખંભાળિયા શહેરમાં આજથી આશરે વિસેક વર્ષ પહેલાં  હત્યાના ગુનામાં જેલ ભોગવી રહેલા આરોપીએ પેરોલ પર છૂટીને અહીં છરીની અણીએ લૂંટ ચલાવીને તેની સાથે અન્ય બે શખ્સો નાશી જતાં ખંભાળિયા પોલીસે ત્રણેયને ગણતરીના કલાકોમાં દબોચી લીધાં હતાં.

ખંભાળિયાના ભરચક્ક વિસ્તારમાં 1999ની સાલમાં એક મુસ્લિમ અગ્રણીની ઘાતકી રીતે હત્યા કરવાના ગુનામાં મૂળ ખંભાળિયાના રહેવાસી શબ્બીરમિંયા અઝીઝમિંયા બુખારી નામના  સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ હતી. આ શખ્સને અદાલતે જેની સજા ફટકારી હતી. આ શખ્સ વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતાં થોડો સમય પૂર્વે પેરોલ રજા પર છૂટીને અહીં આવ્યો હતો. આ શખ્સે બે દિવસ પૂર્વે અહીંના એક મુસ્લિમ વેપારી પાસે સજામાં છૂટવા માટે પૈસા માંગતાં તેમણે ના પાડતાં છરીની અણીએ  10 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આરોપી શબ્બિરમિંયા અઝીઝમિંયા સાથે સલાયાના મુસ્લિમ વાઘેર શબ્બીરહુશેન ગુલામહુશેન સુંભણિયા અને હસન ઉંમરભાઇ બ્લોચ (રહે. ભઠ્ઠી ચોક, ખંભાળિયા) નામના અન્ય બે શખ્સો સામે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ શખ્સોને ઝડપી લેવા માટે અહીંના ઈન્ચાર્જ પલીસ  અરવિંદસિંહ જાડેજાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા ગત્રાત્રે કોમ્બિંગ કરી ઉપરોક્ત ત્રણેય શખ્સોને પોરબંદર રોડ પરની એક હોટેલ પાસેથી દબોચી લીધા હતાં. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી છરી તથા લૂંટની રકમ રૂા. 10,000 રોકડ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી પી.આઇ. એ.  જાડેજા, હે.કો. રાજેન્દ્રસિંહ જાડેજા, માલદે નંદાણિયા, પ્રવીણભાઇ, ડાડુભાઇએ કરી હતી.

Related posts

ગેરકાયદે પટેલ કોમ્પ્યુટર કલાસના ભૂક્કા બોલાવતું જામ્યુકો

Nawanagar Time

ઓપરેશન ડિમોલિશન: બુદ્ધવાસમાં લાખો રૂપિયાની જમીન ખૂલ્લી

Nawanagar Time

અહીં બનશે રાજ્યનો સૌ પ્રથમ સેન્સરી પાર્ક, તૈયારીઓ શરુ

Nawanagar Time

Leave a Comment