Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગુજરાતમાં દરરોજ 3 હત્યા‘ને ત્રણ ઉપર ખૂની હુમલા

three-murderers-in-gujarat-killer-attack-on-three

ગુજરાત મોડેલમાં રાજકોટ, કચ્છ, ભાવનગર અને અમદાવાદમાં હત્યાના બનાવો સામાન્ય બન્યા: લોકો ચિંતિત

અમદાવાદ:-ગુજરાતની ગણતરી દેશના સલામત અને શાંત રાજયોમાં કરવામાં આવે છે. સમયાંતરે દાવાઓ કરવામાં આવે છે કે અહીંના શહેરોમાં છોકરીઓ રાત્રે બે વાગ્યે પણ એકલી ફરી શકે છે. જોકે, બીજી તરફ જે આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી સલામત ગુજરાતના દાવાનો છેદ ઉડી જાય છે. તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં આરોપીઓ તો નથી પકડાયા પરંતુ કોણે અને શા માટે હત્યા કરી તે પણ સામે આવ્યું નથી. રાજયના ગૃહવિભાગના આંકડા કહે છે કે રાજયમાં દરરોજ ત્રણ વ્યકિતની હત્યા થાય છે, તેમજ ત્રણ પર ખૂની હુમલા થાય છે.

દરરોજ જે રીતે હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે છે કે ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો ગુજરાતના કોઈ ચોક્કસ વિસ્તારમાં બને છે તેવું નથી. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જયાં આવા બનાવો નથી બની રહ્યા.

શું ગુજરાત સલામત છે???

three-murderers-in-gujarat-killer-attack-on-three
three-murderers-in-gujarat-killer-attack-on-three

છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ હત્યાના મામલામાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 267 કેસ નોંધાયા છે. જયારે રાજકોટ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 162 બનાવો નોંધાયા છે. આખા રાજયની વાત કરવામાં આવે તો બે વર્ષમાં કુલ 2211 વ્યકિતની હત્યા કરવામાં આવી છે.

હત્યા ઉપરાંત બે વર્ષમાં હત્યાના પ્રયાસની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. આંકડાઓ જોઈએ તો રાજકોટમાં 128, સુરતમાં 218, જામનગરમાં 241, અમદાવાદમાં 295, મહેસાણામાં 121 હત્યાના પ્રયાસની ઘટનાઓ બનાવા પામી છે. હત્યાન પ્રયાસના કેસમાં પણ અમદાવાદ જિલ્લો મોખરે રહ્યો છે.

Related posts

કરોડો રૂપિયા ખર્ચવા છતાં લાખો લોકો પર શોક સર્કિટનું જોખમ.. કોણ જવાબદાર ?

Nawanagar Time

ગુજરાતના બે નામાંકિત ગુજરાતીઓનું બહુમાન…

Nawanagar Time

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર

Nawanagar Time

Leave a Comment