Nawanagar Time
ગુજરાત જામનગર

સાવચેતી એ સુરક્ષા, સ્વાઇન ફલૂના વધુ ત્રણ પોઝિટિવ કેસ..

three-positive-cases-of-swine-flu

બે દર્દીને રજા અપાઇ: 13 દર્દીઓ સારવાર હેઠળ

જામનગર:-જામનગરની સરકારી હોસ્પિટલમાં સ્વાઇનફલૂના વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓ દાખલ થયા છે, હાલ સ્વાઈન ફલૂના અલાયદા વોર્ડમાં 13 દર્દીઓ દાખલ છે. જયારે બે દર્દીની તબીયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે.

જામનગર સહિત હાલારભરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. તેમાં પણ સ્વાઇન ફલુના રોગે તો માઝા મૂકી છે. સ્વાઇનફલૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરની સરકારી જી. જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના વધુ પોઝિટિવ દર્દીઓ દાખલ થયા છે.

ગઇકાલે સ્વાઇનફલુના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચ દર્દીઓ દાખલ થયા હતાં. તબીબો દ્વારા આ પાંચેય દર્દીઓના લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવાયા હતાં.

જેમાંથી ત્રણ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત બે દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જી. જી. હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના 13 પોઝિટિવ દર્દીઓને તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.

Related posts

રાજ્ય સરકાર દ્વારા બિન અનામત જાતિઓની યાદી જાહેર કરાઈ

Nawanagar Time

સુપોષિત ગુજરાતના નિર્માણનો આધારસ્તંભ બનવા ગ્રામજનોને અપીલ

Nawanagar Time

સાધના કોલોનીમાં મહિલા પર હિચકારો હુમલો: બે નશાખોર શખ્સો સામે પોલીસ ફરિયાદ

Nawanagar Time

Leave a Comment