Nawanagar Time
ગુજરાત

શેઢાખાઇ ગામે ત્રણ યુવાનો પર ઘાતક હૂમલો: છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

three-youth-killed-in-shadakhai-village-complaint-against-six-accused

અનુ.જાતિના યુવાનને અપમાનિત કરતા એટ્રોસિટીનો ગુનો

ખંભાળિયા:-ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતો અવિનાશ મનસુખભાઇ બગડા નામનો રર વર્ષનો અનુ.જાતિનો વણકર યુવાન ગઇકાલે રવિવારે બપોરે ભાણવડની વર્તુ નદીના કાંઠે શેડાખાઇ  નજીક લીઝ વાળી માટી નદીમાંથી કાઢવાના ચાલુ કામનો હિસાબ રાખતો હતો, ત્યારે આ સ્થળે શેઢાખાઇ ગામના મામદ જુમાભાઇ દેથા અને તેમનો પુત્ર અજાણ્યા ચાર શખ્સોને સાથે લઇને ધસી આવ્યા હતાં.

આ સ્થળે પાવડો, લોખંડનો પાઇપ તથા છરી સાથે આવેલા શખ્સોએ ફરિયાદી અવિનાશ બગડાને અહિં અમારી સાઇડમાં રેતીમાં માટી શું  આવવા દયો ો ? તેમ કહી અપશબ્દો બોલી, જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.

આ ઉપરાંત સાહેદ અશ્ર્વિનભાઇ તથા ભરતભાઇ મળી ત્રણેય યુવાના ઉપર ઘાતક હૂમલો કરી, પથ્થરના છૂટા ઘા ફેંકતાં ત્રણેય યુવાનોને નાની-મોટી ઇજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચાર અજાણ્યા શખ્સો  છ શખસો સામે આઇપીસી કલમ 326, 324, 323, 143, 147, 148, 149, 504, 337 જીપી એકટ તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી, એસટીએસસી સેલના અધિકારી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

જામનગરમાં નવી-જૂની નોટ બદલીમાં વેપારી સાથે 61.70 લાખની ઠગાઈ

Nawanagar Time

રાજકોટમાં ધીમી ધારે વરસાદ, 3 જુલાઈથી રાજ્યભરમાં ભારે વર્ષાની આગાહી

Nawanagar Time

ભાજપને બદનામ કરવા ઓડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ

Nawanagar Time

Leave a Comment