Nawanagar Time
ગુજરાત જામનગર

“ઠગ્સ ઓફ જામનગર”: હીરા ખરીદવા આવેલી ટોળકી કાંકરા ધાબડી ગ્યા…

thugs-of-jamnagar-a-gang-of-diamond-buffalo-blazes

402 નંગ અસલી હીરાને બદલે પત્થર મૂકી 37.81 લાખની જ્વેલર્સ સાથે છેતરપિંડી

જામનગર:-જામનગરમાં ચાંદી બજાર સ્થિત આવેલ એક જવેલર્સની દુકાનમાં હીરા ખરીદવાના બહાને ગ્રાહકના સ્વાંગમાં ઘુસેલ શખ્સોએ મહિલા જવેલર્સ અને અન્ય સ્ટાફની નજર ચૂકવી રૂપિયા 37.81 લાખના 402 હીરા ભરેલ પેકેટ ઉઠાવી જઇ છેતરપિંડી આચરી હોવાની સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સપ્તાહ પૂર્વેના બનાવની મોડે મોડે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલ અનેક જવેલર્સ સો રૂમમાં છેતરપિંડીની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી રહી છે. ગઈ કાલે સાંજે સીટી એ ડિવિઝન પોલીસ દફતરે વધુ એક ઘટના નોંધાવવામાં આવી છે. જેની વિગત મુજબ, શહેરના વિસ્તારમાં શ્રી નીવાસ કોલોની શેરી નાં-1, જૈન વીજય ફરસાણની બાજુમા, કિષ્ના રેસીડન્સી ફસ્ટ ફલોર ફ્લેટમાં આવેલ ફ્લેટમાં રહેતા પલ્લવીબેન પ્રફુલભાઈ જડિયાના ચાંદી બજાર સ્થિત આવેલ શ્રી નિવાસ નામના જવેલરી સોપ પર ગત તા. 19 ના રોજ નિલેશભાઈ અને તેની સાથેના માણસો હીરા ખરીદવાના બહાને દુકાન અંદર પ્રવેશ્યા હતા.

ઉચ્ચ ગુણવત્તા અને કેરેટવાળા હીરા ખરીદવા છે એમ કહી ઠગ સરદાર સહિતના શખ્સો દુકાનમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ મહિલા જવેલર્સ સહિતના દુકાનના સ્ટાફે ગ્રાહક બની આવેલ શખ્સોને જુદા જુદા કેરેટના હીરા બતાવ્યા હતા. અમુક માલ ભાવતાલ કરી શખ્સોએ પરત આપી અંતે 402 કેરેટ હીરા પર નજર કેન્દ્રિત કરી હતી. દુકાનદાર સહિતનો સ્ટાફ હીરાઓની ગુણવત્તા અને કિંમત આંકવામાં રહયો ત્યાં ટોળકીએ સિફતતા પૂર્વક એક પડીકામાં પથ્થરના ટુકડા ભરી ફરી એ જ જગ્યાએ પેકેટ રાખી દીધું હતું. દરમિયાન વધારે કિંમત હોવાના બહાને તમામ શખ્સો સો રૂમ છોડી ગયા હતા. આ સમગ્ર ઠગાઈ અંગે મોડે મોડે જાણ થતાં મહિલા જવેલર્સએ સીટી એ ડિવિજનમાં નીલેશભાઇ મો નાં 9042843825 તથા તેની સાથેની ટોળકીના અન્ય સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગ ટોળકી સામે આઈપીસી કલમ 406, 420, 114 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

લૉકડાઉનમાં પણ તિજોરી કચેરી મધ્યરાત્રી સુધી ધમધમી

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્યકર્મી કોરોના વૅક્સિનના ડોઝ ન લેવા માટે મક્કમ

Nawanagar Time

જામનગરમાં સાત રસ્તા નજીક મધરાત્રે યુવકની ઘાતકી હત્યા

Nawanagar Time

Leave a Comment