Nawanagar Time
જામનગર

કરાવો ટિકિટ બુક: ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે

ticket-book-summer-vacation-will-be-35-days

શાળાઓમાં 6ઠ્ઠીમેથી 9 જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે

જામનગર:-પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 6 મેથી વેકેશન પડશે, આ વેકેશન નવ જુન સુધી એટલે કે 35 દિવસનું રહેશે 10 જુનથી રાબેતા મુજબ શૈક્ષણિક સત્ર શરૂ થઇ જશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોડ હેઠળની રાજયની તમામ શાળાઓમાં નકકી કરાયેલા ચાલુ શૈક્ષણિક વર્ષના એકેડમીક કેલેન્ડર મુજબ 6ઠ્ઠી મેથી ઉનાળુ વેકેશનનો વિધીવત પ્રારંભ થશે નક્કી કરાયેલી તારીખો મુજબ સ્કૂલોએ વાર્ષિક લેવાની રહેશે અને 6ઠ્ઠી મે પહેલા પરિણામો જાહેર કરવાના રહેશે.  વેકેશન 6 મેથી 9 જુન સુધીનું રહેશે જે  શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને લાગુ પડશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પરીપત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને કરવાની રહેશે.

Related posts

હાર્દિક લડે તો ભાજપમાંથી કોણ ટક્કર આપશે? પૂનમબેન કે રિવાબા?

Nawanagar Time

અઠંગ લૅપટોપ ચોરને દિલ્હીથી ઝડપી લેતી જામનગર પોલીસ

Nawanagar Time

હવે સોપારીનો ભાવ બદામને આંબી ગયો

Nawanagar Time

Leave a Comment