Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા ચૂંટણીમાં ‘સમય’, સમયનું કામ કરશે: નરેશ પટેલ

time-will-work-in-the-lok-sabha-elections-time-will-be-naresh-patel

જામનગર અને રાજકોટમાં ટુંક સમયમાં કૃષી અને શિક્ષણ આધારીત નવું સંકુલ આકાર લેશે

જામનગર:-ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ ગઇકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતાં અહીં તેઓએ લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, ડોકટર, વકીલો, ચાર્ટર્ડ એકાન્ટન્ટ તેમજ અન્યોની ઉપસ્થિતીમાં ખોડલધામ ટ્રસ્ટ તેમજ લેઉવા પટેલ સમાજના આગામી કાર્યક્રમો અને મીશન અંગે ચર્ચા-વિચારણા કરી હતી અને આગામી સમયમાં જામનગર જિલ્લામાં એજયુકેશન ઇન્સ્ટીયુટ તેમજ કૃષી વિકાસ માટેના પ્રોજેકટને મૂર્તિમંત કરવા સંકેતો આપ્યા હતાં. બાદમાં તેઓ જામનગરથી શરૂ થયેલા કલરફુલ અને નિષ્પક્ષ સાંઘ્ય દૈનિક નવાનગર ટાઇમના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં આ તકે તેઓએ લોકસભા ચુંટણી અંગેના સવાલનો જવાબ આપતા માર્મિક રીતે જણાવ્યું હતું કે સમય સમયનું કામ કરશે.

નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે હું કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી એટલે આ જવાબ મારે આપવાનો ન હોય તેમ જણાવીને ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રોજેકટ અંગે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતાં.

તેમ છતાં નરેશભાઇ પટેલે એવું પણ જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી દરમ્યાન ગુજરાત અને દેશમાં શું વાતાવરણ હશે તે કેવું મુશ્કેલ છે પણ સમય સમયનું કામ જરૂર કરશે.

નરેશભાઇ પટેલને જયારે પુછવામાં આવ્યું કે શું લોકસભાની સીટ ઉપર લડવાનું પસંદ કરશો ત્યારે તેમણે હસતા હસતા જણાવ્યું હતું કે 24 વર્ષનો હતો ત્યારે પણ મને ટીકીટની ઓફર કરવામાં આવી હતી ત્યારે પણ મેં સ્વીકારી ન હતી અને હવે 30 વર્ષ બીજા પુરા થયા છે ત્યારે ટીકીટ માંગવાનો કોઇ સવાલ પણ ઉપસ્થિત થતો નથી તેવું જણાવી તેમણે માર્મિક ઇશારો કર્યો હતો કે ઉમેદવાર નહીં પણ કીંગમેકરની ભૂમિકામાં રહેવા માંગુ છું.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા સવર્ણ અનામતની જાહેરાત કરવામાં આવી છે તે અંગે નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આ જાહેરાતને હું આવકારુ છું અને સરકારે જે ગરીબ અને જરૂરીયાત મંદ સવર્ણ લોકો છે તેમને લાભ મળવા જોઇએ પણ આ લાભ તેમના સુધી ખરા અર્થમાં પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

Related posts

‘બેટી પઢાવો’ના નારા સાથે સત્તર દિવસમાં ભારત ભ્રમણનો રેકોડ

Nawanagar Time

પટેલ કોલોનીમાં ચાર દુકાનના તાળાં તોડી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો

Nawanagar Time

ગરબામાં પણ મોદી-ભાજપની ડિમાન્ડ

Nawanagar Time

Leave a Comment