Nawanagar Time
ગુજરાત જામનગર

વીજ ચોરી કેસમાં ફટકારવામાં આવેલ લાખોનું બીલ રદ્દ કરવા…

to-cancel-billions-of-bill-passed-in-power-stealing-case

વીજ વપરાશ કરનારને સ્પે. કોર્ટ દ્વારા પાવરચોરીનું વીજબીલ રદ્ કરવા આદેશ કરાયો

જામનગર:-જામનગરના રહેવાસીને વીજ કંપની દ્વારા આઠેક વર્ષ પુર્વે લાખો રૂપિયાનું વીજબીલ ફટકારવામાં આવતાં આ મામલે વીજ ગ્રાહકે કોર્ટના દ્વાર ખખડાવતા અદાલતે લાખો રૂપીયાનું વીજ બીલ રદ્દ કરવા હુકમ કર્યો હતો.  જામનર શહેરના  કિશોરભાઇ વિઠ્ઠલભાઇ થડેશ્ર્વર કે જેઓ એકતા એપાર્ટમેન્ટ, પ્રણામી સ્કૂલ સામે, જામનગરમાં રહે છે અને વીજકંપની દ્વારા સને 2011માં તેઓનું વીજજોડાણનું ચેકીંગ કરવામાં આવેલ હતું અને તેઓ સામે પાવર ચોરી કરતાં હોય અને વીજ મીટર ધીમુ ફરે તેવી વ્યવસ્થા કરી વીજ વપરાશ અટકાવેલ હોય તેવું રોજકામમાં આક્ષેપો કરવામાં આવેલ હતાં  તે રોજકામને આધારે કિશોરભાઇને રૂા.2,59,977.02 પૈસાનું કલમ-135નું પાવર ચોરીનું બીલ આપવામાં આવેલ હતું અને મીટર પણ લઇ ગયેલ હતાં જેથી કિશોરભાઇ દ્વારા તે તમામ રકમ ભરપાઇ કરી વીજ કનેકશન પુન: ચાલુ કરાવેલ હતું. વીજકંપની દ્વારા ગ્રાહકને પાવરચોરીનું બીલ રૂા.2,59,977.02 નું આપવામાં આવેલ હતું. તે રદ્ કરાવવાનો હુકમ ફરમાવેલ છે  તે રકમ દાવાની તારીખથી 6 ટકાના વ્યાજ સાથે એટલે કે રૂા.1,09, 200 વ્યાજ તથા બીલની રકમ જે કિશોરભાઇએ ભરેલ હતી તે રકમ રૂા.2,59, 977.02 પૈસા વ્યાજ સહિત પરત અપાવી અને દાવાનો ખર્ચ પણ પીજીવીસીએલ એ દિવસ-30માં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. ગ્રાહક કિશોરભાઇ વિઠ્ઠલભાઇ થડેશ્ર્વરના વકીલ તરફે યજ્ઞેશ એમ.  તથા મોનલભાઇ કે. ચાવડા રોકાયેલા હતાં.

Related posts

દ્વારકાનો પાણી પ્રશ્ર્ન ઉકેલવા 255 કરોડની યોજના

Nawanagar Time

અહીં બનશે રાજ્યનો સૌ પ્રથમ સેન્સરી પાર્ક, તૈયારીઓ શરુ

Nawanagar Time

જામનગરના ગામડાઓમાં 250 બાળકોના મોત

Nawanagar Time

Leave a Comment