Nawanagar Time
ધાર્મિક

આજે મહાશિવરાત્રિના દિવસે આ સરળ વિધિથી કરો ભોલેનાથની પૂજા, થશે દરેક મનોકામના પૂર્ણ

today-on-this-day-of-mahashivratri

આ વર્ષે મહાશિવરાત્રિ 4 માર્ચે છે. એવામાં કહેવમાં આવે છે કે સમય કોઇપણ હોય, જગ્યા કોઇપણ હોય જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે ભગવાનની આરાધના કરવી જોઇએ. કારણકે મન પ્રસન્ન રહેશે તો પૂજામાં પણ મન લાગશે તો આવો આજે અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રિ પર કેવી રીતે ઘરે ભોલેનાખની પૂજા કરી શકો છો.

આ રીતે કરો મહાશિવરાત્રિ પર પૂજા

કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીમને સ્નાનાદિથી નિવૃત થઇને એક ચાંદીના પાત્રમાં જળ ભરીને ભગવાન શિવની પ્રતિમા કે શિવલિંગ પર જળઅભિષેક કરીને સ્નાન કરો. હવે તે બાદ સફેદ આંકડાના પુષ્પ, બિલીપત્ર લઇને સફેદ ચંદન કે ગોપી ચંદનથી શિવલિંગ કે પ્રતિમાને લગાવીને શુદ્ધ, સ્વચ્છ અને બિલીપત્ર ચઢાવો.

હવે સફેદ આંકડાના પુષ્પ શિવજીને અર્પણ કરતા સમયે કોઇપણ શિવ સ્તુતિનો પાઠ કરી લો અને 108 સફેદ આંકડાના પુષ્પ લો તથા પ્રત્યેક પુષ્પ ચઢાવતા સમયે શિવનો મહામૃત્યુંજય મંત્ર જપ કરો. તે બાદ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ચાંદીના કળશથી દૂધ અને ગંગાજળ ચઢાવો અને કોઇપણ સફેદ પુષ્પથી 108 વખત શિવમંત્રનો જપ અવશ્ય કરો. હવે તે બાદ શ્રદ્ધા ભક્તિની સાથે કરવામાં આવેલો કોઇપણ ઉપાય કે મંત્ર જાપ કરો. તેનાથી તમને લાભ જ લાભ થશે. તેની સાથે જ આ દિવસે શિવના ભજન, મંત્ર, શ્લોક, ચાલીસા, અષ્ટક, આરતીસ, વંદના કરો. જેનાથી તમારી દરેક મનોકામના પુરી થશે.

Related posts

5 રાજ્યોના ચૂંટણી પરિણામની સટીક ભવિષ્યવાણી, જાણો કોની બનવા જઈ રહી છે સરકાર

Nawanagar Time

મંદિર, દરગાહ, ગુરૂદ્વારા, દેરાસર અનલૉક

Nawanagar Time

પાન-ફાકી, મદીરા અને બજરના વ્યસનીઓનો પ્રશ્ર્ન સરકારે ઉકેલ્યો: હરિદર્શન વ્યસનીઓનો વારો ક્યારે?

Nawanagar Time

Leave a Comment