Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

આજે લોકસભા બેઠકોની ભાજપ ઉમેદવારોની પેનલ તૈયાર

today-preparing-a-panel-of-bjp-candidates-for-lok-sabha-seats

વર્તમાન 6 સાંસદોને ફરીથી રિપીટ કરવામાં આવે તેવી શક્યતા

ગાંધીનગર:-ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 26 લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની તબક્કાવાર પેનલ બનાવવામાં આવી રહી છે. જેમાં વડોદરા, ભરુચ, પંચમહાલ, સુરત સહિત 11 લોકસભાની બેઠકોના ઉમેદવારોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર,  બેઠકો પર ઉમેદવારોની પેનલ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલીને ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે, તેવામાં વર્તમાન 6 સાંસદોને ફરીથી રીપીટ કરવામાં આવે તેવી શક્યતા છે.

વધુમાં મળતી વિગત મુજબ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સુરત, આણંદ, ખેડા, નવસારી અને દાહોદ વગેરે બેઠક પર  રીપીટ થઈ શકે છે. ઉપરાંત અન્ય બેઠકો પર પણ વર્તમાન સાંસદોની કામગીરી અને કોઈ વિવાદ ન થાય તો રીપીટ કરવાની કદાચ ભાજપ તૈયારી અપનાવી શકે છે. ત્યારે હાલ તો નિરીક્ષકોના અહેવાલના આધારે પ્રદેશ પાર્લામેંટરી બોર્ડમાં ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડમાં જ ઉમેદવારોની પસંદગી બાબતે  નિર્ણય લઈને કમુર્તા બાદ ગુજરાતમાં  તબક્કાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

Related posts

જામનગરમાં ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો

Nawanagar Time

અંતે ઓખામાં રેશનીંગ ના ઘઉં કૌભાંડ માં તપાસનો આદેશ..જાણો વધું…

Nawanagar Time

ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં હવે આચાર્યને ફાજલનું રક્ષણ

Nawanagar Time

Leave a Comment