Nawanagar Time
ગુજરાત જામનગર

આજે વર્ષ-2019નું સૌપ્રથમ ચંદ્ર્રગહણ, ભારતમાં નજારો જોવા નહીં મળે

today-the-first-moonlit-of-the-year-2019-will-not-be-seen-in-india

અમેરીકા, આફ્રિકા, મઘ્ય પેસેફિકમાં સુપર બ્લડ મૂનનો અદભૂત નઝારો જોવા મળશે: ચંદ્રમાં રતુંબડો દેખાશે

જામનગર:-વર્ષ 2019નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે જોવા મળશે. આજે પુર્ણીમાંની તિથીએ ચંદ્રમાં સંપુર્ણપણે રાતાશ પડતો દેખાશે આ અદભૂત નઝારો જોવા વિશ્ર્વના ખગોળ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. જો કે, સુપર બ્લડમૂન ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે કારણ કે સવારે 10.11 કલાકથી શરૂ થશે અને 11.12 કલાકે પુર્ણ થશે. આ ચંદ્રગ્રહણ ફકત આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને મધ્ય પેસેફિકમાં જ જોવા મળશે.

ચાલુ વર્ષ 2019માં સૂર્યગ્રહણ બાદ હવે સૌપ્રથમ ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરી એટલે કે આજે થશે. 21મીએ પૂનમ પણ આવતી હોવાથી આ વખતે ચંદ્રગ્રહણ પર સુપર બ્લડ મૂનનો નજારો જોવા મળશે. પૂનમ પર ચંદ્રગ્રહણ યોજાવાનું હોવાથી ચંદ્ર અન્ય સામાન્ય દિવસો કરતા 14 ગણો વધુ મોટો અને 30 ગણો વધુ ચમકદાર હોય છે. જેને પગલે ગ્રહણ વખતે ચંદ્ર ઘાંટો લાલ રંગનો નજરે પડે છે. રાત્રીના અંધકારમાં આ નજારો જોવો અદભૂત હોય છે. વૈજ્ઞાનિકોએ આ વિરલ ઘટનાને સુપર બ્લડ મૂન નામ આપ્યું છે.

ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ સવારે 10.11થી શરૂ થઈને એક કલાક અર્થાત સવારના 11.12 સુધી થશે. એવું કહેવાય છે કે, જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક સમાંતર લાઈનમાં આવી જાય છે ત્યારે ચંદ્રની પૃથ્વી પર છાયા પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ગ્રહણના 12 કલાક પૂર્વે સૂતક કાળ શરૂ થઈ જાય છે. એટલા માટે 20 જાન્યુઆરીના 9 વાગ્યાથી શરૂ થઈ જશે.  આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. આ ગ્રહણ ફક્ત આફ્રિકા, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને મધ્ય પેસેફિકમાં જ જોવા મળશે. અગાઉ વર્ષના પ્રારંભે થયેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાયું નહતું. 21 જાન્યુઆરીના યોજાનારું ચંદ્રગ્રહણ ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, લંડન, શિકાગો, એથેન્સ, પેરિસ, મોસ્કો, બ્રુસેલ્સ તેમજ વોશિંગ્ટન ડીસીમાં જોવા મળશે. આ અવકાશી નજારો જોવા મોટાપાયે લોકોએ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.

Related posts

ઓઈલ મીલમાં આગ લાગતા સહેજમાં અટકી: એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ કાબુમાં લીધી

Nawanagar Time

8.5 ડિગ્રી સાથે જામનગરમાં મોસમનો સૌથી ઠંડો દિવસ

Nawanagar Time

જામનગરમાં આચાર સંહિતાની અમલવારી શરૂ: હૉર્ડિંગ્સ-બૅનરો હટાવતી ઍસ્ટેટ શાખા

Nawanagar Time

Leave a Comment