Nawanagar Time
ગુજરાત જામનગર

આજે મધરાતથી એસટીના પૈડાં થંભી જશે

today-the-wheels-of-the-st-will-be-stopped-by-midnight

એસટી કર્મચારીઓ દ્વારા જલદ આંદોલનું એલાન: હાલારની ર84 બસો બંધ

જામનગર:-હાલારના એસટીના કર્મચારીઓ તા. 20ની મધ્યરાત્રીથી માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપવામાં આવી હતી, ત્યારે તા. 20ના રાત્રીના 12 વાગ્યાથી તા. 21 દરમિયાન અંદાજીત 284 જેટલી બસો દોડતી બંધ ગઈ હતી. અને તેની સીધી અસર મુસાફરો પડશે.

એસટી નિગમના કર્મચારીઓ તા. 20ના મધ્યરાત્રીથી માસ સીએલ પર ઉતરી જશે અને તા. 21 સુધી તમામ કર્મચારીઓ માસ સીએલ પર રહેશે. જેની સીધી અસર મુસાફરોને થશે અને મોટાભાગના બસના રૂટો બંધ થઇ જશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને નાછુટકે ખાનગી વાહનોના સહારો આવાગમન કરવું પડશે.

એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્ને તા. 20ના મધ્યરાત્રીથી હાલારના એસટીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાનું એલાન અપાયું છે. કામદારોના પડતર પ્રશ્ર્નો 7માં પગાર પંચનો તાત્કાલિક અમલ કરી નિગમના કર્મચારીઓને તેનો લાભ આપવો, ફિકસ પગારના કર્મચારીઓને સરકારના ધારા ધોરણો મુજબના તમામ નાણાંકીય લાભાલાભો તથા અન્ય સવલતો આપવી સહિતના પ્રશ્નોના આજદિવસ સુધી કોઇ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે.

જેના ભાગરૂપે તા. 17થી યુનિયનના વિરેન્દ્રસિંહ જાડેજા, યુસુફ પરાસરા, નરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઇ ભાલાવા, ચંદ્રેશ વ્યાસ, વી.એમ. ગઢવી, મનોજ પટેલ, ઇકબાલ સોઢા, મહેતાભાઇની આગેવાનીમાં ધરણા અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં અને પ્રશ્નોનો ઉકેલ ન આવતા તા. 20ના મધ્ય રાત્રીથી હાલારના એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જવાનો નિર્ણય કરવામાં આવ્યેા હતો.

Related posts

એસ્સાર-નયારા એનર્જીના પાપે લોકોને શરીરે કાળી બળતરા

Nawanagar Time

રૂ. 44 લાખનો તોતિંગ ખર્ચ કર્યા બાદ પણ રસ્તા પર ઢોરનો ત્રાસ યથાવત

Nawanagar Time

હાલારના વાતાવરણમાં પલટો: છાંટા પડ્યાં

Nawanagar Time

Leave a Comment