Nawanagar Time
ગુજરાત જામનગર

આજથી જામનગરમાં બર્ડ ફેસ્ટિવલનો શુભારંભ

todays-launch-of-bird-festival-in-jamnagar

ફોટો પ્રદર્શની અને બર્ડ વોચિંગ સહિતના કાર્યક્રમો : પક્ષીપ્રેમી લોકો માટે બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેવાનો સોનેરી મોકો

જામનગર:-જામનગર સોશયલ ફોરેસ્ટ ડિવિઝનલ દેવભૂમિ દ્વારકા અને સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ જામનગરના સંયુકત ઉપક્રમે આજથી બે દિવસ સાત રસ્તા નજીક આવેલી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ ખાતે જામનગરમાં સૌપ્રથમ વખત બર્ડ ફેસ્ટિવલ-2019નું આયોજન કરાયું છે. આ બર્ડ ફેસ્ટિવલમાં જાણીતા પક્ષીવિદો દ્વારા માર્ગદર્શન તેમજ ફોટો પ્રદર્શની અને નગરના વિવિધ સ્થળો ઉપર પક્ષી દર્શન વિગેરે કાર્યક્રમો યોજાયા છે.

પક્ષીઓ માટે સ્વર્ગ સમાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશ વિદેશના અનેક વિદ પક્ષીઓ જોવા મળે છે ત્યારે જામનગરમાં પ્રથમ વખત બર્ડ ફેસ્ટિવલ 2019નું આયોજન થઇ રહ્યુ છે. આ આયોજનના કારણે પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં આજરોજ બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પક્ષીપ્રેમીઓ બર્ડ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

બે દિવસીય બર્ડ ફેસ્ટિવલ 2019ને જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, આર. ધનપાલ આઇએફએસ દેવભૂમિ દ્વારકા, ઘનશ્યામસિં સોઢા નાયબ વન સંરક્ષક (ગીર સોમનાથ), સેંથિલકુમાર આઇએફએસ મરીન નેશનલ પાર્ક જામનગર વિગેરે હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે ત્યારબાદ બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર પક્ષીપ્રેમીઓને જાણીતા પક્ષીવિદો દ્વારા સેમિનાર યોજી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે.

બર્ડ ફેસ્ટિવલ 2019ના બીજા દિવસે જિલ્લાના વાલસુરા, ઢીંચડા અને રોઝી બેટ વિસ્તારમાં પક્ષી દર્શન માટે લઇ જવામાં આવશે. ત્યારબાદ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ ખાતે બર્ડ ફેસ્ટિવલ 2019ના સમાપન સમારોહમાં મહાનુભાવોના હસ્તે ભાગ લેનાર તમામ પક્ષીપ્રેમીઓને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવશે. શહેર જિલ્લાના પક્ષી પ્રેમીઓ, વાઇલ્ડ લાઇફ તસવીરકારોને આ બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સોશ્યલ ફોરેસ્ટ ડિવિઝન દ્વારકા તેમજ સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

ડેંગ્યૂનો હાહાકાર: ગત્ વર્ષ કરતાં 25 ટકા કેસ વધુ નોંધાયા. આરોગ્ય તંત્ર સામે સવાલ

Nawanagar Time

ગરમી ની શરૂયાત માજ લીંબુની બેવડી સદી..

Nawanagar Time

જામનગરમાં ચોવીસ કલાકમાં વધુ 14 દર્દીઓના મોત

Nawanagar Time

Leave a Comment