Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા-જામનગર હાઈ-વે ઉપર તગડો ટોલ ટેક્સ

toll-tax-on-dwarka-jamnagar-highway

જામનગર:-કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ રૃા. 800 કરોડના ખર્ચે નિર્માણાધિન બેટ દ્વારકાને જોડતા પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને દ્વારકા-જામનગર માર્ગને નેશનલ હાઈ-વે બનાવવાના સંકેતો પણ આપ્યા હતા.

800 કરોડના ખર્ચે આ અદ્યતન પુલનું કામ પૂરૃં થતાં હાલ સાંજના સમયે બેટ ઓખા બોટ  થઈ જતાં પ્રવાસીઓ જઈ શકતા નથી તે જઈ શકશે તથા કરોડોના ખર્ચે આ પુલની સવલત થતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને તે પછી ધંધા રોજગારનો પણ વધારો થશે. મંત્રી મનસુખભાઈ માંડવિયાએ બીજી પણ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હાલ દ્વારકા-ભાવનગર ફોર ટ્રેક કરવાનું કાર્ય ચાલુ છે. તથા  ખંભાળીયા તથા ખંભાળીયાથી જામનગર પણ નેશનલ હાઈ-વે કરોડોના ખર્ચે બનાવવા માટે આયોજન થશે.

જો કે નેશનલ હાઈ-વે થતાં હાલ જે રસ્તાનો ઉપયોગ ટોલનાકા વગર લોકો કરે છે તેમને પોરબંદર રોડની જેમ તગડો ટોલ ટેક્સ આપવો પડશે. તેવી પણ સંભાવના છે.

Related posts

એક લાખની લોન માટે બેંકોમાં પૈસા તો ઠીક ફોર્મ ખૂટી ગયા

Nawanagar Time

“ઠગ્સ ઓફ જામનગર”: હીરા ખરીદવા આવેલી ટોળકી કાંકરા ધાબડી ગ્યા…

Nawanagar Time

જામનગરમાં શાળા સંચાલકોની રોડ ટેકસ ચોરી

Nawanagar Time

Leave a Comment