Nawanagar Time
ગુજરાત જામનગર

કાલે હાર્દિક પટેલ- જીગ્નેશ મેવાણી જામનગરમાં સભા ગજવશે

tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar

ઠેબા ગામે ખેડૂત અધિકારી સંમેલનની તડામાર તૈયારીઓ : જયંતિભાઇ સભાયાની ટીમ ખડે પગે

જામનગર:-જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા આવતીકાલે ગુજરાત પાસ ક્ધવીનર હાર્દિક પટેલ અને ધારાસભય જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતીમાં ખેડૂતોના હકક અધિકાર મામલે ઠેબા ચોકડી  યોજાનાર સંમેલનની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખેડૂત અગ્રણી જયંતિભાઇ સભાયાની આગેવાની હેઠળ આ ખેડૂત અધિકાર સંમેલનને સફળ બનાવવામાં એડીચોટીની તાકાત લગાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં આવતીકાલે પાસના હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, જનઅધિકાર મંચના પ્રવીણરામ, ખેડૂત આગેવાન સાગર રબારી, અખિલ ભારતીય સંઘના ચક્રપાણી અને કાશી મઠના  પ્રમોદ કૃષ્ણમ સહીતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં હાર્દિક પટેલ ખેડૂતોના મુદ્દે લડતનું રણશીંગુ ફુંકશે. બપોરે ર વાગ્યે ઠેબા ચોકડી ખાતે આ સંમેલન યોજાશે. જેની તમામ આખરી તૈયારી આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી હતી. આ સંમેલનમાં ખેડૂતના પ્રશ્ર્નોને વાચા આપવામાં આવશે. પાક વિમો, પાણી, વીજળી જેવી ખેડૂતની મુખ્ય સમસ્યાઓને  રાખી હાર્દિક પટેલ સભા ગજવશે. અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા જામનગરના રાજકીય આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સરકાર સમક્ષ ખેડૂતના પ્રશ્ર્નોને વાચા આપવા આ પરિષદ આગળ આવ્યું છે. આવતીકાલે ખેડૂતની સમસ્યાના મુખ્ય મુદ્દે વિશાળ સંમેલનની આખરી તૈયારી આજે ઠેબા ચોકડી પાસે કરવામાં આવી હતી.

tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar
tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar

 

tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar
tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar

 

tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar
tomorrow-hardik-patel-will-be-meeting-in-jamnagar

 

અહીં હાર્દિક પટેલ માટે મુખ્ય  બનાવવામાં આવ્યું છે ઉપરાંત અન્ય રાજકીય અગ્રણીઓ માટેની ખાસ વ્યવસ્થા અને ખેડૂતો માટેની બેઠક વ્યવસ્થા સહીતની કામગીરીને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.  આ તકે સમગ્ર તૈયારીની જહેમત અખિલ ભારતીય પંચાયત પરિષદના પ્રમુખ જેન્તીભાઇ સભાયા, જામનગર પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, સૌરાષ્ટ્ર પાસ ક્ધવીનર બ્રિજેશ પટેલ, જામનગર પાસ ક્ધવીનર અંકિત  ઉઠાવી હતી.

Related posts

સેવન સીઝન રીસોર્ટ વિવાદમાં, કેન્દ્રના નેતાઓ પડ્યા મેદાને

Nawanagar Time

જામકલ્યાણપુરમાં રપ દિવસથી નેટ કનેક્ટિવિટી ઠપ્પ

Nawanagar Time

શૈક્ષણિક કાર્ય બંધ વચ્ચે બોર્ડે શાળાઓનો સમય જાહેર કર્યો

Nawanagar Time

Leave a Comment