Nawanagar Time
ગુજરાત જામનગર

આવતી કાલે દિક્ષા મહોત્સવ : વરસીદાનનો ભવ્ય વરઘોડો નિકળ્યો

tomorrows-dakshya-mahotsav-the-grand-royal-wedding-anniversary-is-over

જામનગર:-જામનગરમાં રહેતા જીનાલીબેન મહેતાએ સંસાર ત્યાગનો અને દીક્ષા લેવાનો નિર્ણય કરતા આજે પેલેસ દેરાસરથી શેઠજી જૈન દેરાસર સુધી વરસીદાનનો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો.  મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતા.

જામનગરમાં આવેલી ગ્રેઇન માર્કેટમાં વેપાર કરતા વેપારીની પુત્રી જીનાલીબેન મહેતાએ સંસાર ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય કરતા તેમના માતા-પિતા સહિતના પરિવારજનોએ આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

સંસાર ત્યાગને નિર્ણય કરતા આજે જીનાલીબેન મહેતાના દિક્ષા મહોત્સવમાં પેલેસ દેરાસરથી શ્રી શેઠજી જૈન દેરાસર સુધી વરસીદાનનો  ભવ્ય વરઘોડો નિકળ્યો હતો. જેમાં મહારાજ સાહેબના સુભાશીષ વચ્ચે જૈન-જૈનેતર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આજે શોભાયાત્રા બાદ પેલેસ જૈન દેરાસરમાં બેડું વર્ષિદાન યોજાયુ હતુ. જ્યારે રાત્રે 8 વાગ્યે ઓશવાળ સેન્ટરમાં મુમુક્ષુને અભિનંદન અને સન્માન સમારંભ યોજાશે.

જ્યારે તા.24મી એટલે કે આવતી કાલે સવારે 9થી 12 દરમિયાન વિશાળ  હાજરીમાં પ.પૂ. દક્ષિણ પ્રભાવક કાંકરેજ કેસરી વિમલધામ પ્રેરક ગચ્છાધિપતિ આચાર્ય વિજયકલ્પજ્ય સુરિશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા મહોત્સવ યોજાશે અને જીનાલી સાંસારિક જીવન છોડીને સંયમના માર્ગે પ્રયણ કરશે.

Related posts

નયારાની પાઈપલાઈનમાં ભંગાણથી ભારે નુકસાની: વળતરની માંગણી

Nawanagar Time

તંત્ર બીમાર-મચ્છરજન્ય રોગના દર્દીમાં થયો વધારો, Dengueના 8 પેશન્ટ

Nawanagar Time

અનડિકલેર વોર ને લઈને જામનગરમાં હાઇ એલર્ટ

Nawanagar Time

Leave a Comment