Nawanagar Time
ગુજરાત જામનગર

ગેરકાયદેસર બાંધકામ મામલે નગરસેવકને ઉઠાં ભણાવતા ટીપીઓ

tpo-teaches-the-municipal-to-get-rid-of-illegal-construction

નગરસેવક દેવશીભાઇ આહિરે ખોટા જવાબ આપનાર અધિકારી વિરૂદ્ધ ફોજદારી રાહે પગલાં ભરવા માંગ કરતાં ચકચાર

જામનગર:-જામનગરના શહેરીજનોને પ્રાથમિક સુવિધા તેમજ વિકાસકામોના નામે માત્ર ઉડાવ જવાબ આપતાં અધિકારીઓ હવે મહાનગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોને પણ ઉઠાં ભણાવતા હોવાની ચોંકાવનારી  પ્રકાશમાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15ના કોર્પોરેટર દેવશીભાઇ આહિરે ગેરકાયદેસર બાંધકામ અંગે જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્ર્નોનો ટાઉન પ્લાનીંગ ઓફિસરે ખોટો જવાબ આપતાં અધિકારી વિરૂદ્ધ ફોજદારી પગલાં ભરવા માંગણી કરવામાં આવતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 15ના કોર્પોરેટર દેવશીભાઇ બી. આહીરે ગત  બોર્ડમાં ટાઉન પ્લાનીંગ વિભાગને લગત પ્રશ્ર્ન પૂછયો હતો જેમાં વોર્ડ નં. 12માં પાંચ હાટડીથી દરબારગઢ વિસ્તારમાં એચ.એમ. એન્ટરપ્રાઇઝ નામના પેઢી દ્વારા બનાવવામાં આવેલા 11 માળના બિલ્ડીંગમાં ભ્રષ્ટાચાર આચરી સરકારી જમીનના દસ્તાવેજ હોવા છતાં મહાપાલિકા દ્વારા રજાચીઠ્ઠી આપવામાં આવેલી હોય આ મામલે શું પગલાં ભર્યા તેમજ અરજદાર અબ્દુલ્લા વલ્લીમામદ બ્લોચ  વારંવાર અરજીઓ આપવા છતાં કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે અંગેની વિગતો માંગવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગર સીટી સર્વે નં. ડી-2115ની જમીનમાં જમીન તેમજ સીટી સર્વે નં. 115ની જમીનમાં ટી.બી. બી.પી. કપાત અને સરકારી જમીનમાં ગેઇટ બનાવવા મામલે નોટીસ પાઠવવા છતાં અનઅધિકૃત દબાણ કેમ દુર થયા નથી. તે  વેધક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતાં.  તેમજ સીટી સર્વે નં. ડી.-2-115 માલીક સુષ્મીતાબેન આર. પરમારવાળી જમીનમાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કયા આધારે સબ પ્લોટીંગ કરવામાં આવેલ તથા રાજાશાહી સમયનો આવવા-જવવાનો રસ્તો બંધ કરી દેવામાં આવેલ હોવા છતાં બે-બે રજાચીઠ્ઠીના આધારે આવા ગેરકાયદે બાંધકામને પોષવામાં આવતું હોવાનો આરોપ લગાવી ખુલાસા પુછવામાં  હતાં.

બીજી તરફ કોર્પોરેટર દેવશીભાઇ બી. આહીરે લેખીતમાં પૂછેલા પ્રશ્ર્નોના મહાનગરપાલિકાના ચત્તુર અને હિંમ્મતવાન અધિકારીઓ દ્વારા લેખીત સ્વરૂપે ખોટા જવાબો આપવામાં આવતા આ મામલે કોર્પોરેટરે મેયર તથા સ્ટેન્ડીંગ ચેરમેનને લેખીત સ્વરૂપે રજૂઆત કરી ફોજદારી પગલાં ભરવા માંગણી કરી છે. જેની નકલ જિલ્લા કલેકટરશ્રીને પણ મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું

Related posts

બેનામી ચોપાનિયાં કે ભીંતપત્રો સામે ચૂંટણી તંત્ર ઘોંસ બોલાવશે

Nawanagar Time

ખંભાળિયામાં દમ, શ્ર્વાસના દર્દીઓને જામનગરના ધક્કા બંધ

Nawanagar Time

ચણાં અને રાયડાની ટેકાના ભાવની ખરીદીમાંથી પુરવઠા વિભાગને મુક્તિ

Nawanagar Time

Leave a Comment